જૂનાગઢ કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને પીસી & પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાઇ

જૂનાગઢ કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને પીસી & પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાઇ
જૂનાગઢ : આજ રોજ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પ્રતિનિધિ, સી.ડી.એચ.ઓ.શ્રીની હાજરીમાં અને ચેરમેનશ્રી એડવાઈઝરી કમિટી, સભ્યશ્રીઓ અને અધિકારીઓ સાથે પીસી એન્ડ પીએનડીટી એક્ટની એડવાઈઝરી કમિટીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
જેમાં જિલ્લામાં કુલ ૨૨૩ હોસ્પિટલો નોંધણી થયેલ છે જે પૈકી ૧૧૮ કાર્યરત છે. જૂનાગઢ જિલ્લાનો વર્ષ ૨૦૨૪ નો જન્મ સમય જાતિ પ્રમાણદર ૯૬૯ જેટલો છે, જેની આજની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત નોંધણી થયેલ હોસ્પિટલોમાં નિયમ- ૧૩ હેઠળ સોનોગ્રાફી મશીન અને વિઝીટીંગ ડોક્ટરોમાં થયેલ ફેરફાર તેમજ અન્ય મુદ્દાઓ પર કમિટીમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને તેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી સૂચના આપી હતી. ઉકત સમીક્ષા બેઠકમાં સમિતિના તમામ સદસ્યો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300