રાજ્ય અને રાજ્ય બહારના ૩૦ ભાઈઓ તથા બહેનો એ રાષ્ટ્રીય ખડક ચઢાણ શિબિરની તાલીમ પૂર્ણ કરી

રાજ્ય અને રાજ્ય બહારના ૩૦ ભાઈઓ તથા બહેનો એ રાષ્ટ્રીય ખડક ચઢાણ શિબિરની તાલીમ પૂર્ણ કરી
Spread the love

રાજ્ય અને રાજ્ય બહારના ૩૦ ભાઈઓ તથા બહેનો એ રાષ્ટ્રીય ખડક ચઢાણ શિબિરની તાલીમ પૂર્ણ કરી

જૂનાગઢ : રાજય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત, રાષ્ટ્રીય ખડક ચઢાણ શિબિર તા. ૦૧/૦૩/૨૦૨૫ થી તા.૦૭/૦૩/૨૦૨૫ દરમિયાન જુનાગઢ ખાતે યોજવામાં આવી જેમાં રાજ્ય અને રાજ્ય બહારના કુલ ૩૦ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.
શિબિરના અંતિમ દિવસના રોજ છઠ્ઠી રાષ્ટ્રીય ખડક ચઢાણ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ લેફ્ટનન્ટ કર્નલ એન્ડ કમાન્ડીંગ ઓફિસર વિજય મિશ્રા, ૮ ગુજરાત બટાલીયન એન.સી.સી. જૂનાગઢ, પી એમ ખ્રિસ્તી મામલતદાર ડિઝાસ્ટર જૂનાગઢ, ક્રતુ ત્રિવેદી ડીપીઓ. ડિઝાસ્ટર જુનાગઢ, નિરત ભટ્ટ – માનદ ટ્રેઝરર, એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયા, ડૉ. પુનીલ ગજ્જર પ્રોફેસર,જુનાગઢ કૃષિ યુનિવર્સીટી,દ્વારા શીબીરાથીઓ ને પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમના અધ્યક્ષ લેફ્ટનન્ટ કર્નલ એન્ડ કમાન્ડીંગ ઓફિસર વિજય મિશ્રાએ તાલીમાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું કે તેઓ પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલ છે,તેઓના એન.સી.સી. ના બાળકો પણ આવી તાલીમ માં દર વર્ષે જોડાય છે તેમજ ડર, સંઘર્ષ અને સેકન્ડ નેચર વિશે વિગતવાર સમજણ આપી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે આવી પ્રવૃતિનું વધુ ને વધુ પ્રચાર પ્રસાર કરવાનું જણાવ્યું.
આ વર્ષે ૯૦૦ ફૂટ થી પણ વધારે મોટો ત્રીજો રૂટ ઓપન થયો હતો. આખા ભારત માં ગિરનાર એ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય લેવલ ના પર્વતારોહકો માટે એક રોક ક્લાઈમ્બિંગ હબ બની રહેશે. ખાસ રૂટ ઓપનિંગ દરમ્યાન વન અને પર્યાવરણ સંરક્ષણ ની ખાસ કાળજી રાખવામાં આવી હતી. શાબ્દિક સ્વાગત ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન રાવલ માર્ગી એ કર્યું હતું. કલ્પેશ ચૌહાણ ભાવનગર એ શિબિર માં માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન શ્રીમતી રાજલબેન પટેલ પ્રિન્સિપાલ શ્રી સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ અને સાંઈ જીજ્ઞેશ પટેલ સહાયક નિયામક સાહસ એ પૂરું પડ્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!