જૂનાગઢમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનો ૩૦૦થી વધુ પશુપાલકોએ લાભ લીધો

જૂનાગઢમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનો ૩૦૦થી વધુ પશુપાલકોએ લાભ લીધો
પશુપાલનના ચાર મુખ્ય આધાર સ્તંભો પશુપસંદગી, પશુસંવર્ધન, પશુઆરોગ્ય અને પશુપોષણ તથા પશુમાવજત વિશે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના પશુપાલકો માટે પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય, જિલ્લા પંચાયત જૂનાગઢ, પશુદવાખાના જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે “જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન” નુ આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામા કરવામાં આવ્યુ હતું.
આ શિબિરમાં જૂનાગઢ, મેંદરડા, વંથલી, વિસાવદર તાલુકના ૩૦૦થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો. શિબિરમાં આધુનિક ઢબે પશુપલાન કરવા સફળ પશુપાલનના ચાર મુખ્ય આધાર સ્તંભો પશુપસંદગી, પશુસંવર્ધન, પશુઆરોગ્ય અને પશુપોષણ તથા પશુમાવજતની સાથે પશુપાલનને સફળ બનાવવા સરકારશ્રીની પશુપાલનની સહાયકારી યોજનાઓ વિશે નાયબ પશુપાલન નિયામકશ્રી, ડો દિલીપ પાનેરા, મદદનીશ પશુપાલન નિયમાકશ્રી ડો.એ.પી.ગજેરા, નિવૃત મદદનીશ પશુપાલન નિયામક શ્રી આર.બી.સાવલીયા, નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.ચિરાગ રાંક, નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.ઉમરેટીયા, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.અપારનાથી, વગેરે દ્રારા ઉપસ્થિત પશુપાલકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર દ્રારા તેમના પ્રેરણાત્મક ઉદ્દ્બોધનથી ઉપસ્થિત તમામને આધુનિક ઢબે પશુપાલન થકી આર્થિક રીતે સમૃદ્ધ થવા, પશુપાલકોની આવક બમણી કરવા તેમજ ગૌપાલનથી ઉર્જાવાન બનવા આહવાન કર્યું હતું. આ સાથે શિબિરના સફળ આયોજન માટે પશુપાલન ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરાએ ખેતી સાથે આધુનિક ઢબે પશુપાલન કરવા તેમજ સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવવા અપીલ કરી હતી. ઉપરાંત પશુપાલન અંગેની અધ્યતન માહિતી મેળવવા નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા પણ જાણાવ્યુ હતું.
આ શિબિરનું સફળ આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, જિલ્લા કલેકટર શ્રી અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકરી શ્રી નિતિન સાંગવાનની સૂચના તેમજ જિલ્લા પશુપાલન ખેતી સહકાર સિંચાઈ સમિતિના અધ્યક્ષા શ્રીમતી આરતીબેન હિતેશભાઈ જાવીયાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યુ હતુ.
આ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકા મેયરશ્રી ધર્મેશભાઈ પોશીયા, જિલ્લા પંચયત સદસ્ય શ્રી પ્રવિણભાઈ પટોળીયા, શ્રી અનકભાઈ ભોજક, શ્રી કાન્તીભાઈ ગજેરા, જોલીતભાઈ બુશા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સોલંકી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી મંજુલાબેન ઢોરલરીયા, કેસરીયા ગૌ શાળાના સંચાલક શ્રી કાન્તીભાઈ સહિતના મહાનુભાવો આ શિબીરમાં હાજર રહી પશુપાલકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ.
શિબિરને સફળ બનાવવા જૂનાગઢ તાલુકા પશુચિકિત્સા અધિકારી ડો. એસ. બી. દુધાત્રા, જૂનાગઢ તાલુકા પશુપાલન ટીમ દ્રારા ખાસ જહેમત ઉઠાવી હતી ઉપરાંત આ સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન ડો. જુહી ચોહાણ દ્વારા કરવામાં આવ્યુ હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300