દોલતપરા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શની યોજાઈ

દોલતપરા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શની યોજાઈ
જૂનાગઢ : જૂનાગઢની શ્રી દોલતપરા પ્રાથમિક શાળામાં ગત તારીખ ૦૯-૦૩-૨૦૨૫ ના રોજ ગણિત વિજ્ઞાન પર્યાવરણ થીમ આધારિત સુંદર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨૦ જેટલા બાળકોએ ૧૧૦ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
આ કાર્યક્રમની લોક વિજ્ઞાન કેન્દ્રના શ્રી પ્રકાશભાઈ વોહરા, વોર્ડ નંબર- ૧ના કોર્પોરેટર શ્રી સુભાષભાઈ રાદડિયા, શિક્ષણવિદ શ્રી નટુભાઈ ખીચડા અને અન્ય મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિમાં શરૂઆત કરાઈ હતી.
આ કાર્યક્રમનો બાળકોમાં રહેલ વૈજ્ઞાનિક અભિગમ વિકસિત બને, આસપાસના પર્યાવરણને સમજે, બાળકો તેમના રોજબરોજના વ્યવહારમાં વિજ્ઞાનનો ઉપયોગ કરે તેવો ઉમદા ઉદેશ્ય રહેલો છે. જેમાં સી.આર.શ્રી. કો-ઓર્ડીનેટરશ્રીઓ, આજુબાજુના શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમ દોલતપરા પ્રાથમિક શાળાના આચાર્યાશ્રી હિમાલીબેન વ્યાસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300