કેશોદ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુમશુદા દીકરીની માહિતી આપવા અનુરોધ કરાયો

કેશોદ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુમશુદા દીકરીની માહિતી આપવા અનુરોધ કરાયો
જૂનાગઢ : કેશોદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થયેલ નોંધ અનુસાર કેશોદ તાલુકાની ૧૪ વર્ષના કિશોરી ગુમશુદા થયેલ છે. તેની ઊંચાઈ ૫ ફૂટ ૩ ઇંચ, ગોરો વાન ધરાવે છે. તેમજ આ કિશોરીનો બાંધો મધ્યમ છે, લંબગોળ ચહેરો, કાળી આંખો અને કાળા રંગના વાળ ધરાવે છે. તેણીના જમણા હાથના અંગુઠા પર અંગેજીમાં ”કે” અક્ષર લખેલો છે.
આ કિશોરી ગત તારીખ ૦૨-૦૩-૨૦૨૫ ના રાત્રિના ૧૧:૦૦ કલાકથી ૦૩-૦૩-૨૦૨૫ ના સવારના ૦૫:૦૦ ના સમયગાળા દરમિયાન તેણીના રહેઠાણ પાસેથી ગુમશુદા બનેલી છે. તેણીએ લાલ રંગનું ટીશર્ટ અને કાળા રંગની લેંગીસ પહેરેલી છે અને ગુજરાતી, હિન્દી ભાષાથી અવગત છે. આ કિશોરીને બદઈરાદાથી લગ્નની લાલચ આપીને કોઈ શખ્સ ભગાડી ગયો છે, તેમ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ ગુમસુદા દીકરીની માહિતી આપવા માટે તેણીના વાલી વારસના મોબાઈલ નંબર ૯૩૨૮૦૧૦૦૭૬ અને પોલીસ ઈન્સપેકટરશ્રી પી.એ.જાદવના મોબાઈલ નંબર ૯૭૧૨૯૧૨૫૪૦ પર સંપર્ક સાધી શકાશે. તેમ નોડલ ઓફિસરશ્રી મીસીંગ સેલ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.એસ.પટ્ટણી, મુખ્ય મથક જુનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300