હિંમતનગરના કાંકણોલ હાઇવે રોડ પરથી કિ.રૂ. ૧,૦૦,૮૦૦ રૂ.નો દારૂ ઝડપી પાડતી સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચ

મહિન્દ્રા કંપનીની XUV ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૬,૦૦,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે
રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર
સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા પોલીસ મહાનિરીક્ષક, મયંકસિંહ ચાવડા ગાંધીનગર વિભાગ ની સુચના અને સાબરકાંઠા પોલીસ વડા ચૈતન્ય મંડલીક એ અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. એ પો.સ.ઇ.જે.એમ.પરમાર તથા એલ.સી.બી. સ્ટાફના માણસોને માર્ગદર્શન આપી ટીમ બનાવી ખાનગી બાતમી મેળવી નાકાબંધી કરી દારૂની પ્રવૃતી નાબુદ કરવા ખાનગી બાતમી હકીકત મળેલ કે, ‘‘ભીલોડા તરફથી ગાંભોઇ થઇ હિંમતનગર તરફના રસ્તા ઉપર થઇ એક સીલ્વર કલરની મહિન્દ્રા કંપનીની XUV ગાડી નંબર- જીજે ૨૭ એ.એચ ૫૫૨૪ ની ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને આવે છે અને અમદાવાદ તરફ જનાર છે’’ જે બાતમી આધારે કાંકણોલ ગામે હાઇવે રોડ ઉપર બાતમીવાળા વાહનની વોચમાં રહી હતા દરમ્યાન ઉપરોક્ત બાતમી મુજબની એક સીલ્વર કલરની મહિન્દ્રા કંપનીની XUV ગાડી નંબર- જીજે ૨૭ એ.એચ ૫૫૨૪ ની આવતા તે ગાડી રોકવા નાકાબંધી કરી બેટરીના અજવાળે હાથથી ઇશારો કરી ગાડી રોકવા પ્રયાસ કરતા વાહન ચાલકે ખાનગી વાહનથી આડાશ કરતાં તે ગાડી ઉભી રહેલ ગાડીમાં એક ચાલક તથા તેની સાથે એક બીજો ઇસમ બેઠેલ હતો જે ઇસમ ગાડીનો દરવાજો ખોલી દરવાજો ખોલી અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ અને ગાડીની ડ્રાયવર સીટમાં બેઠેલ ઇસમને પકડી પાડી તે ગાડીમાં જોતાં ભારતીય બનાવટની જુદા જુદા બ્રાન્ડની પેટીઓ નંગ-૨૫ જેમાં કુલ બોટલ નંગ-૬૧૨, કિ.રૂ.૧,૦૦,૮૦૦ તથા સીલ્વર કલરની મહિન્દ્રા કંપનીની XUV ગાડી નંબર- જીજે ૨૭ એ.એચ ૫૫૨૪ ની કિ.રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૬,૦૦,૮૦૦/- નો મળી આવતા તે XUV ગાડીના ચાલક વિરૂધ્ધ હિંમતનગર એ.ડિવી. પો.સ્ટે. ખાતે થર્ડ ગુ.ર.નં. ૫૧૯૬/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧, ૮૩, ૯૮(ર) મુજબ ગુન્હો દાખલ કરાવી ગણનાપાત્ર કરી વધુ તપાસ અેલ.સી.બી. પી.આઈ. વી.આર.ચાવડા અે હાથ ધરી હતી.