‘સાથ નિભાના સાથિયા’નો મોહમ્મદ ૮ વર્ષના ડેટિંગ બાદ શાઈના સેઠ સાથે પરણશે

મુંબઈ,
ટીવી સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં અહમ મોદીનો રોલ પ્લે કરીને જાણીતા બનેલા ટીવી એક્ટર મોહમ્મદ નાઝિમ હાલમાં અંગત જીવનને કારણે ચર્ચામાં છે. મોહમ્મદ હવે લગ્ન કરીને ઠરીઠામ થવાનું વિચારી રહ્યો છે. તે જ્યોતિષ શાઈના સેઠને વર્ષ ૨૦૧૧થી ડેટ કરી રહ્યો છે. આ બંને વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં લગ્ન કરશે. નાઝિમે ખુલાસો કર્યો હતો કે આવતા અઠવાડિયે તેની રોકા સેરેમની છે. નાઝિમ પ્રેમિકાને અદ્દુ કહીને બોલાવે છે. કારણ કે તેનું સાચું નામ અદ્વિતા છે. લગ્ન અંગે નાઝિમે કહ્યું હતું કે તેણે અને અદ્દૂએ જેમ બને તેમ જલ્દી લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આવતા વીકમાં તેનો પરિવાર તેને મળવા આવે છે. ત્યારે રોકા સેરેમની થવાની છે. શાઈના સેઠ હિંદુ છે અને નાઝિમ મુસ્લિમ છે. અલગ ધર્મના હોવાને કારણે નાઝિમેકહ્યું હતું કે તેણે ક્યારેય પોતાની આસ્થા તથા વિશ્વાસને શાઈના પણ માને તેવો પ્રયાસ કર્યો નથી. તે ગમે તે ધર્મ અપનાવી શકે છે. તેના માટે તેને પૂરતી સ્વતંત્રતા છે. એક ઘર ત્યારે જ યોગ્ય રીતે ચાલી શકે જ્યારે પાર્ટનર વચ્ચે સારી સમજણ હોય. તે ભવિષ્યને સુંદર બનાવવા માટે તે દરેક બાબતો કરશે, જે અદ્દૂને પસંદ છે. તેનો પરિવાર પણ અદ્દૂને વહુ તરીકે લાવવા માટે આતુર છે.