એમ. એસ યુનિ.ની વિદ્યાર્થી સંઘની ચૂંટણી જાહેર, ૧૦ ઓગષ્ટે મતદાન યોજાશે

એમ. એસ યુનિ.ની વિદ્યાર્થી સંઘની ચૂંટણી જાહેર, ૧૦ ઓગષ્ટે મતદાન યોજાશે
Spread the love

વડોદરા,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી ૧૦ ઓગષ્ટના રોજ જાહેર થતાં કેમ્પસમાં ગરમાવો આવી ગયો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એન.કે.ઓઝાએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. એમ.એસ. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એન.કે. ઓઝાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી સંઘની ચૂંટણી તા.૧૦-૮-૦૧૯ના રોજ યોજાશે. અને તે અંગેનું આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તા.૩૧-૮-૦૧૯ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે. તે જ દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. તા.૨-૮-૦૧૯ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. તા.૧૦-૮-૦૧૯ના રોજ સવારે ૧૦થી બપોરે ૨ વાગ્યા સુધી મતદાનનો રહેશે. અને તે જ દિવસે બપોરે ૩ કલાકથી પેવેલિયન બિલ્ડીંગ ખાતે શરૂ થશે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી સંઘની ચૂંટણીની તમામ તૈયારી કરી દેવામાં આવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!