‘સંજુ’ પર સવાલ ન કર્યા તો ‘કબીર સિંહ’ની ટીકા કેમ..? શાહિદ કપૂર

મુંબઈ,
શાહિદ કપૂરની ‘કબીર સિંહ’ રિલીઝ થઈ ત્યારબાદથી વિવાદ થઈ રહ્યો છે. આ ફિલ્મ સ્ત્રી પ્રત્યે દ્વેષ ભાવનાને પ્રમોટ કરે છે, તેવો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મને લઈ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કેટલાક આ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે, તો કેટલાકે આ ફિલ્મ તરફી વાત કરી છે. હવે પહેલી જ વાર શાહિદ કપૂરે આ ફિલ્મને લઈ નિવેદન આપ્યું છે. એક્ટર માને છે કે ‘કબીર સિંહ’ને લોકોએ ટાર્ગેટ કરી પરંતુ ‘સંજુ’માં ૩૦૦ યુવતીઓ સાથે સૂવાની વાત કરનાર સંવાદ પર કોઈએ કંઈ જ કહ્યું નહીં. શાહિદે ‘કબીર સિંહ’ની ટીકાને પોતાના માટે કોમ્પ્લી મેન્ટ માન્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં શાહિદ કપૂરે કહ્યું હતું, ‘આ પહેલાં પણ અનેક ફિલ્મ્સ આવી છે, જેના કેરેક્ટરમાં ‘કબીર સિંહ’ જેવી સમાનતા જાવા મળી છે પરંતુ તે પાત્રોની કોઈએ ‘કબીર સિંહ’ જેવી ટીકા કરી નથી. ‘સંજુ’માં એક સીન હતો, જ્યાં એક વ્યક્તિ પોતાની પત્નીની સામે ઉભો રહીને કહે છે કે તે ૩૦૦થી વધુ યુવતીઓ સાથે સૂતો છે. કોઈએ આ સંવાદ પર પ્રતિક્રિયા આપી નહીં, જે રીતે લોકો ‘કબીર સિંહ’ને ટ્રોલ કરી રહ્યાં છે.’