દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસઃ આસારામ અને નારાયણ સાંઈને ક્લીનચીટ

દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસઃ આસારામ અને નારાયણ સાંઈને ક્લીનચીટ
Spread the love

વિધાનસભાના લગભગ ૧૨ સત્ર બાદ રિપોર્ટ ગૃહમાં મુક્્યો,અંગ ગાયબ થવાના કે તાંત્રિક વિધિ થઈ હોવાના પુરાવા મળ્યા નથી,રિપોર્ટમાં સીઆઇડીને સુપ્રત કરવામાં આવતા સ્થાનિક પોલીસે કોઇ ક્ષતિ કરવામાં આવી નથી


ગાંધીનગર,
ગુજરાત રાજ્યમાં બહુચર્ચાસ્પદ દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં આસારામ તેમજ નારાયણ સાંઇને Âક્લનચીટ આપવામાં આવી છે. આસારામ આશ્રમમાં રહીને અભ્યાસ કરતા દીપેશ અને અભિષેકના મોતના મામલે નિવૃત જÂસ્ટસ ડી.કે. ત્રિવેદીનો અહેવાલ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલ આ મામલે પુનઃતપાસની માગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં પેÂન્ડંગ છે. જેના પર સુનાવણી બાકી છે. ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ ૨૦૦૮ દરમિયાન અમદાવાદના મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમમાં રહીને અભ્યાસ કરતા દીપેશ અને અભિષેકના મોતના મામલે નિવૃત જÂસ્ટસ ડી.કે. ત્રિવેદીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ડી.કે. ત્રિવેદીના રિપોર્ટમાં આસારામ અને નારાયણ સાંઇને Âક્લનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત તાંત્રિકવિધિ થયાના પણ કોઈ પુરાવા ન મળ્યાંની નોંધ કરવામાં આવી છે. દીપેશ કે અભિષેકના શરીરના કોઈ અંગો ગાયબ ન થયાની પણ નોંધ કરવામાં આવી છે.

ડી.કે.ત્રિવેદી તપાસ પંચ દ્વારા રજૂ કરવામાં આવેલાં અહેવાલ પ્રમાણે શાળાના બે બાળકોના મરણ અંગે સંપૂર્ણ વિગતો તપાસવામાં આવી છે. દીપેશ અનેઅભિષેકના તા.૦૩/૦૭/૨૦૧૮ના રોજ મોડી સાંજે ગુમ થવાનો બનાવ આશ્રમ મેનેજમેન્ટની નિષ્કાળજીના કારણે બનેલો છે. પંચનો એવો અભિપ્રાય છે કે, આ પ્રકારની નિષ્કાળજી કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં. જ્યારે આ બનાવની તપાસ સી.આઈ.ડી. (ક્રાઈમ)ને સુપ્રત કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા કોઈ ભૂલ/ક્ષતિ કરવામાં આવેલ હોવાનું જણાતું નથી.
તેમાં વધુમાં જણાવાયું છે કે, ભવિષ્યમાં એવા બનાવ ન બને તે માટે જવાબદાર અધિકારીને ગૂરૂકુળની રૂબરૂ મુલાકાત લેવા, ૧૦ વર્ષથી નીચેના બાળકોને હોસ્ટેલમાં પ્રવેશ ન આપવો, ડોકટર/વોર્ડન દ્વારા નિશ્ચિત રજીસ્ટરમાં બાળકોના સુવાના સમયે નોંધ કરવી, સી.સી.ટી.વીકેમેરાની વ્યવસ્થા ગોઠવી, વિદ્યાર્થી અને સાધકોના મૂવમેન્ટ રજીસ્ટર રાખવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ હોવી જાઈએ. આ ઉપરાંત મેનેજમેન્ટ દ્વારા બાળકોના વાલીનો સતત સંપર્ક, કેમ્પસમાં રાત્રી દરમિયાન યોગ્ય લાઇટની વ્યવસ્થા, વિદ્યાર્થી માટે યોગ્ય રમતનું મેદાન, મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને નદી કિનારે લઈ જવાનું ટાળવું અને જા લઈ જવામાં આવે તો ગુરુકુળના જવાબદાર વ્યÂક્તને સાથે મોકલવા વિગેરે ભલામણ કરવામાં આવી છે. દીપેશ અભિષેકના મોતની તપાસ માટે નિમવામાં આવેલા તપાસ પંચની શરતો અને બોલી આ પ્રમાણે હતી. ૧) કમિશને તેમની તપાસમાં શાળાના બે બાળકોનાં મૃત્યુના બનાવ અંગેની સત્ય હકીકત અને તેના કારણો તપાસવા. ૨) બે બાળકોના મરણ અંગે પોલીસ દ્વારા થયેલ તપાસ અને લેવાયેલ પગલાં પુરતા હતા કે કેમ તેની તપાસ કરવી.

Admin

Admin

9909969099
Right Click Disabled!