કપિલ શર્મા ‘એન્ગ્રી બર્ડ ૨’ના હિંદી વર્ઝનમાં પોતાનો અવાજ આપશે

મુંબઈ,
કોમેડી કિંગ કપિલ શર્મા હોલિવૂડ પ્રોજેક્ટનો હિસ્સો બનવા જઈ રહ્યો છે. કપિલ શર્મા હોલિવૂડ ફિલ્મની સુપરહિટ એનિમેટેડ ફિલ્મ ‘એન્ગ્રી બર્ડ ૨’ના હિંદી વર્ઝનમાં લીડ રોલ ‘રેડ’ને પોતાનો અવાજ આપશે.‘એન્ગ્રી બર્ડ ૨’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જાકે, હિંદી વર્ઝનનું ટ્રેલર હજી સુધી રિલીઝ કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વર્ષ ૨૦૧૬માં આવેલી ‘એન્ગ્રી બર્ડ’ની સીક્વલ છે. આ ફિલ્મને થ્યોરપ વૈન ઓરમને ડિરેક્ટ કરી હતી. ‘એન્ગ્રી બર્ડ ૨’ ૨૩ ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિંદી ઉપરાંત તમિલ, તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવશે.