‘સેક્રેડ ગેમ્સ-૨’માં પંકજ ત્રિપાઠીનો રોલ ઓશો રજનીશને પ્રેરિત

મુંબઈ,
નેટફ્લિક્સની ઓરિજીનલ વેબ સીરિઝ ‘સેક્રેડ ગેમ્સ’ ફરી એકવાર ચર્ચામાં છે. આ સીરિઝમાં પંકજ ત્રિપાઠીએ ગુરુજીનો રોલ પ્લે કર્યો છે. આ રોલ ઘણો જ લોકપ્રિય છે. બીજી સિઝન સ્ટ્રીમ થાય તે પહેલાં ચર્ચા છે કે પંકજનો આ રોલ ઓશો રજનીશ પર પ્રેરિત છે. બીજી સિઝન ૧૫ ઓગસ્ટથી શરૂ થશે.પંકજ ત્રિપાઠીનો રોલ ૮૦ના દાયકાના લોકપ્રિય આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશ પર પ્રેરિત છે. જ્યારે પંકજ ત્રિપાઠીનો રોલ લખવામાં આવતો હતો ત્યારે જ ઓશોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતાં. આ સીરિઝમાં પંકજ ત્રિપાઠી ઉપરાંત સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દિકી, કલ્કી કેકલાં, રણવીર શૌરી છે.આ પહેલાં નેટનેટફ્લિક્સે ઓશો રજનીશ પર એક ડોક્્યુમેન્ટ્રી બનાવી છે. ‘વાઈલ્ડ વાઈલ્ડ કન્ટ્રી’ નામની આ વેબ સીરિઝ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.પંકજ ત્રિપાઠી હાલમાં ૧૯૮૩માં ભારત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું તેના પર આધારિત ફિલ્મ ‘૮૩’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ટીમ ઈÂન્ડયાના મેનેજર માન સિંહનો રોલ પ્લે કરે છે. આ ઉપરાંત કારગિલ ગર્લ ગુંજન સક્સેનાના જીવન પર બનતી ફિલ્મમાં એક્ટ્રેસ જાહન્વી કપૂરના પિતાના રોલમાં જાવા મળશે.