મોડાસામાં એક માથા ફરેલ શિક્ષક વિદ્યાર્થીઓ પર સ્ટીલની ફૂટપટ્ટી વડે તૂટી પડ્યો

મોડાસામાં એક માથા ફરેલ શિક્ષક વિદ્યાર્થીઓ પર સ્ટીલની ફૂટપટ્ટી વડે તૂટી પડ્યો
Spread the love

મહેન્દ્રપ્રસાદ દ્વારા અરવલ્લી

મોડાસા શહેરની ખાનગી શાળામાં માર્ચ મહિનામાં શાળાના શિક્ષકે એક વિદ્યાર્થીને ઢોર માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી મંડળના ટ્રસ્ટીઓની દરમિયાન ગીરીથી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે ફરીથી આજ ખાનગી શાળાના અન્ય એક માથા ફરેલ શિક્ષકે ધોરણ-૫ માં વર્ગખંડના મોનિટરના કહેવાથી ૧૦ જેટલા વિદ્યાર્થીઓને હાથે ફૂટપટ્ટી વડે માર મારવામાં આવતા વિદ્યાર્થીઓના હાથ સૂઝી જતા અને હાથમાં લાલ ચટાક ચકામા ઉપસી આવતા વિદ્યાર્થીઓ શાળાથી ઘરે પહોંચી રડી ઉઠ્યા હતા વાલીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો.

સમાજનાં ઘડતરમાં અને બાળકોનાં વિકાસમાં શિક્ષકોનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. જો કે કેટલીક ઘટનાઓ શિક્ષકોની છબીને બગાડતી હોય છે. બાળકોને અહિંસાનાં પાઠ શીખવતા ક્યારેક શિક્ષકો જ ડંડાનો સહારો લેતા હોય છે. મોડાસાની ખાનગી શાળામાં ધોરણ-૫ માં અભ્યાસ કરતા બાળકો પર શાળાના એક શિક્ષકે વર્ગખંડના મોનિટરના કહેવાથી શિક્ષકે પિત્તો ગુમાવી ૧૦ જેટલા બાળકોને સ્ટીલની ફૂટપટ્ટી વડે મારતા બાળકોના હાથપર ઉઝરડા અને લાલ ચકામા ઉપસી આવ્યા હતા શિક્ષકના ભય થી સતત ફફડતા બાળકોએ ઘરે જઈ અસહ્ય પીડા સહન કરી માતાપિતાને જણાવ્યું ન હતું.

આખરે અસહ્ય મારથી એક વિદ્યાર્થિનીના હાથના ભાગે લોહી ગંઠાઈ જતા અને હાથપર લાલ ઉઝરડા ઉપસી આવતા પિતાએ બાળકને પુછાતા બાળકે રડતા-રડતા પિતાને સમગ્ર ઘટના અંગે વાત કરતા પિતાનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. વિદ્યાર્થિનીના પિતાના જણાવ્યા અનુસાર ધોરણ-૫ માં અભ્યાસ કરતા બાળકોને આ ત્રીજીવાર એક જ શિક્ષક દ્વારા માર મારવાની ત્રીજી ઘટના છે અગાઉ બે વાર શાળાના આચાર્યને રજુઆત કરવા છતાં આ માથા ફરેલ શિક્ષક સામે યોગ્ય પગલાં ન ભરાતા મારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે અને પોલીસ સ્ટેશનમાં આ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા કાયદાકીય સલાહ મેળવી રહ્યો હોવાનું જણાવ્યું હતું

Admin

Admin

9909969099
Right Click Disabled!