સોનાક્ષી સિન્હા સેક્સ પર વાત કરશે, શેર કર્યો નંબર

મુંબઈ,
ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પોતાની આવનારી ફિલ્મ ખાનદાની શફાખાનામાં એક સેક્સ Âક્લનિક ચલાવવાની કોશિશ કરી રહી છે. ૨ ઓગસ્ટે રિલિઝ થનારી આ ફિલ્મના પ્રમોશનમાં એટલી મગ્ન છે કે Âટ્વટર ઉપર તેણે પોતાનું નામ બેબી બેદી કરી દીધું છે. આ ઉપરાંત સેક્સ અંગે ચુપ ન રહીને બોલવા માટે સોનાક્ષીએ લોકોને અપીલ કરી છે.સોનાક્ષીએ લખ્યું છે કે, હવે ચુપ ના રહો, હવે વાત કરો, વધારે જાણકારી માટે +૯૧ ૭૦૬૯૫૮૮૪૪૪ નંબર ઉપર મિસ કોલ કરો. સોનાક્ષીએ ટ્વીટ ૨૪ જુલાઇની રાત્રે કર્યું હતું. જાકે, અત્યારે આ ઇન્ટરનેટ ઉપર છવાઇ ગઇ છે.અત્યારે સોનાક્ષી પોતાની ફિલ્મ પ્રમોશન દરમિયાન વાતચીતમાં તેમણે પોતાના કરિયરને લઇને વાત કરી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દસ વર્ષ પૂરા કરી ચુકેલી સોનાક્ષી સિન્હાએ કÌšં હતું કે, હું છેલ્લા દસ વર્ષમાં કોઇપણ રેસમાં ન્હોતી. મેં ક્્યારે કોઇ સાથે સ્પર્ધા કરી નથી. મેં છેલ્લા દસ વર્ષોમાં ખુબ જ કામ કર્યું છે. દરે ફિલ્મને લઇને મે મારો ઉત્સાહ આજે પણ જાળવી રાખ્યો છે જેવો ઉત્સાહ પહેલી ફિલ્મ દરમિયાન હતો. હું આજે પહેલાથી વધારે વ્યસ્ત છું.