‘બચ્ચન પાંડે’નો ફર્સ્ટ લુક રિલીઝ, ફિલ્મ ૨૦૨૦માં ક્રિસમસ પર રજુ થશે

મુંબઈ,
બોલિવૂડનો સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં ‘મિશન મંગલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થતી આ ફિલ્મ ભારતે મંગળ પર યાન મોકલ્યું તેના પર છે. આ ફિલ્મના પ્રમોશન વચ્ચે અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’નો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. આ ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરશે.
સાજીદ નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસમાં બનતી આ ફિલ્મ ‘બચ્ચન પાંડે’ વર્ષ ૨૦૨૦માં ક્રિસમસ પર રિલીઝ થશે. આ જ દિવસે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ તથા અજય દેવગન-રણબીર કપૂરની એક ફિલ્મ રિલીઝ થવાની છે.
પોસ્ટરમાં અક્ષય કુમારે લુંગી પહેરેલી છે. તેના ગળામાં ઘણી બધી માળાઓ છે. તેણે માથા પર ભસ્મ લગાવી છે. તેના ઍટિટ્યૂડ તથા લુક ઘણો જ દમદાર લાગી રહ્યો છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં આ પોસ્ટર શૅર કરતાં જ વાયરલ બન્યું હતું.