માઈક હેસન ભારતીય ટીમના કોચ માટે એપ્લાય કરે તેવી અટકળો

ઓકલેન્ડ,
ન્યૂઝીલેન્ડના માઇક હેસન ભારતીય ટીમના કોચ પદ માટે એપલાઈ કરી શકે છે. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે ૩૦ જુલાઈ સુધીમાં આવેદન મંગાવ્યાં છે. રિપોર્ટ મુજબ હેસન ટીમ ઈન્ડિયાની સાથે જાડાવવા માટે ઈચ્છુક છે. તેઓ ૬ વર્ષ સુધી ન્યૂઝીલેન્ડના કોચ હતા. તેમની કોચિંગમાં કીવીની ટીમ ૨૦૧૫ના વર્લ્ડ કપના ફાઈનલ સુધી પહોંચી ગઈ હતી. ત્યારે તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ફાઈનલ હારી ગયા હતા. ગત વર્ષે તેઓએ કોચ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ તેઓએ ઈન્ડિયા પ્રીમિયર લીગમાં કિંગ્સ ઈલેવન પંજાબના કોચ બન્યા હતા.
સ્પોટ્ર્સ વેબસાઈટ સાથેની વાતચીતમાં એક સૂત્રએ કહ્યું કે, “હેસને આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબની સાથે કામ કરતા ભારતમાં ઘણો લાંબો સમય વિતાવ્યો છે. સાથે જ તે બ્રોડકાસ્ટર્સ માટે ટીવી માટે પણ જાડાયેલાં રહે છે. તેઓ ભારત જેવી મોટી ટીમની સાથે આવવાનું પસંદ કરશે.”
કસ્ટને મહિલા ટીમના કોચ પદ માટે ત્યારે આવેદન કર્યું હતું જ્યારે તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના મુખ્ય કોચ હતા. કસ્ટને બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિની પહેલી પસંદ હોવા છતાં નિયમો પર યોગ્ય ઉતર્યા ન હતા અને તેમને આ પદ મળ્યું ન હતું.