વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ૧ ઓગ્સ્ટથી શરૂ, ભારત પાકિસ્તાન-શ્રીલંકા સામે નહીં રમે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ૧ ઓગ્સ્ટથી શરૂ, ભારત પાકિસ્તાન-શ્રીલંકા સામે નહીં રમે
Spread the love

ન્યુ દિલ્હી,
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ૧ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે થનારી પહેલી ટેસ્ટથી તેની શરૂઆત થશે. આ ચેમ્પિયનશીપ જૂન ૨૦૨૧ સુધી ચાલશે. આ દરમિયાન ટોપ રહેનારી બે ટીમ વચ્ચે ફાઈનલ રમાશે. આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટને રોચક બનાવવા માટે ચેમ્પિયનશીપની શરૂઆત કરી છે. તે માટે ડે નાઈટ ટેસ્ટની પણ શરૂઆત કરી છે. ભારતીય ટીમચેમ્પિયનશીપમાં ૬ દેશ વિરૂદ્ધ રમશે. તેઓ માત્ર પાકિસ્તાન અને શ્રીલંકા વિરૂદ્ધ નહીં રમે.
આઈસીસીને આ ચેમ્પિયનશીપનો આઈડિયા ૨૦૦૯માં આવ્યો. ૨૦૧૦માં તેને મંજૂરી આપવામાં આવી. આઈસીસી ઈચ્છતું હતું કે ૨૦૧૩માં તેની શરૂઆત થઈ જાય, પરંતુ કોઈ કારણસર તે ટળ્યું હતું. આ ચેમ્પિયનશીપની શરૂઆત ૨૦૧૭માં શરૂ કરવાની યોજના બની, પરંતુ બીજી વખત તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
૧૨ ટેસ્ટ રમનારા દેશોમાંથી ટોપ-૯માં સામેલ ટીમો જ આ ચેમ્પિયનશીપ રમી શકે છે. આયરલેન્ડ અને અફઘાનિસ્તાનને ટૂર્નામેન્ટમાં રમવાની તક નહીં મળે. બીજી બાજુ ઝિમ્બાબ્વેની ટીમ પર પ્રતિબંધ લાગી ગયો છે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તમામ ટીમ ૬ સીરીઝ રમશે. જેમાં ત્રણ સીરીઝ ઘરેલૂ અને ત્રણ વિદેશી જમીન પર હશે. એક સીરીઝમાં ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ ૫ ટેસ્ટ રમી શકાય છે. લીગ રાઉન્ડ પૂર્ણ થયા બાદ જૂન ૨૦૨૧માં ઈંગ્લેન્ડના ગ્રાઉન્ડ પર ફાઈનલ રમાશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!