મુથૈયા મુરલીધરનની બાયોપિકમાં વિજય સેતુપતિ મુખ્ય ભુમિકામાં ચમકશે

મુંબઈ,
શ્રીલંકાના દ્વિગજ સ્પિનર બોલર મુથૈયા મુરલીધરનના જીવન પર તમિલમાં એક ફિલ્મ બની રહી છે. તમિલ સુપરસ્ટાર વિજય સેતુપતિ તેમાં મુરલીધરનની ભૂમિકામાં જાવા મળશે. આ ફિલ્મનું લખાણ અને નિર્દેશન એમએસ શ્રીપતિએ કર્યું છે અને હમણાં ફિલ્મનું નામ નક્કી થયું નથી. ફિલ્મ મુખ્યત્વે તમિલમાં બનશે અને તેને વિશ્વભરની અન્ય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને લઈને મુરલીધરન ખૂબ ઉત્સાહિત છે. મારા માટે ગર્વની વાત છે. મને ખુશી છે કે વિજય જેવા દિગ્ગજ કલાકાર મારી ભૂમિકામાં જાવા મળશે.હું આ ફિલ્મની રચનાત્મક ટીમના સંપર્કમાં છું અને છેલ્લા ઘણા મહિનાથી ફિલ્મ નિર્માણની પ્રક્રિયામાં સામેલ છું. ‘હું ડીએઆર મોશન પિક્ચર્સથી જાડાઈને ખુશી અનુભવું છું. આ ફિલમ ૨૦૨૦માં રિલીઝ થશે. સેતુપતિએ મુરલીધરનની બાયોપિકથી જાડાઈને આનંદ વ્યક્ત કર્યો. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે તેમના રોલ નિભાવવો પડકારરૂપ છે. મુરલીધરન તમિલ મૂળના મહાન ખેલાડી છે જેણે દુનિયાભરમાં પોતાનો પરચો લહેરાયો છે. મને ખુશી છે કે મુરલી પોતે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે અને ક્રિકેટથી સંબંધિત મુદ્દાઓ પર મને માર્ગ બતાવી રહ્યો છે.