અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ કરાઈ છે.એનડીઆરએફની ટિમ પણ ગઈકાલથી જ જિલ્લા મથક મોડાસા ખાતે તૈનાત કરી દેવાઈ છે.
જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગાહીના પગલે તંત્રએ પહેલાથી જ એલર્ટ રહીને સમગ્ર વ્યવસ્થા ઉભી કરી દીધી છે. એનડીઆરએફની ટીમ અરવલ્લીના મોડાસામાં આવી પહોંચી છે. આકસ્મિત ઘટના સમયે કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે તમામ જરૂરી સાધન સામગ્રી સજ્જ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જરૂરી સાવચેતીના ભાગરૂપે લોકોએ પણ એલર્ટ રહેવાની આવશ્યકતા છે.