ગર્ભાવસ્થામાં મેડિટેરિયન ડાયટનો માતાના સારા આરોગ્ય સાથે સંબંધ

ગર્ભાવસ્થામાં મેડિટેરિયન ડાયટનો માતાના સારા આરોગ્ય સાથે સંબંધ
Spread the love

એક નવા ક્લિનિકલ ટ્રાયલ મૂજબ ગર્ભાવસ્થા દરમિયાન દૈનિક આહારમાં ટ્રી નટ્‌સ (અડધા વોલનટ્‌સ) અને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલયુક્ત મેડિટેરિયન-સ્ટાઇલ ડાયટ અપનાવતી મહિલાઓમાં સ્ટાન્ડર્ડ પેરેન્ટલ કેર મેળવતી મહિલાઓની તુલનામાં ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસનું જોખમ ૩૫ ટકા ઓછું હોય છે તથા તેઓ સરેરાશ ૧.૨૫ કિલો ઓછું વજન ધરાવે છે.

લેન્ડમાર્ક પ્રેડિમ્ડ ૨૦૧૮ના અભ્યાસ મૂજબ મેડિટેરિયન સ્ટાઇલના આહારમાં વોલનટ્‌સ અને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ આદર્શ અને અનસેચ્યુરેટેડ ફેટ ધરાવે છે, જેનાથી હ્રદય રોગના હુમલા, સ્ટ્રોક અને હ્રદય સંબંધિત સમસ્યાઓનો કારણે પુખ્ત વયના લોકોમાં મૃત્યુનું જોખમ ઘટે છે. મેડિટેરિયન ડાયટમાં વિશેષ કરીને વોલનટ્‌સ પરંપરાગત આહાર છે કારણકે તે ઓમેગા-૩ એએલએ કન્ટેન્ટ (૨.૭ ગ્રામ/૩૦ ગ્રામ) ધરાવે છે. આ ઉપરાંત તેમાં આવશ્યક ફેટ્ટી એસિડની સાથે-સાથે બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્‌સનું પ્રમાણ પણ ઉંચું હોય છે. અત્યાર સુધીમાં મેડિટેરિયન ડાયટ ઉપર ઉંડાણપૂર્વકનો અભ્યાસ થયો છે, પરંતુ માતા અને બાળકના આરોગ્યમાં સુધારો લાવવાની તેની ક્ષમતાઓનું સંપૂર્ણપણે મૂલ્યાંકન થયું નથી, જેથી આ અભ્યાસ ખુબજ મહત્વપૂર્ણ છે.

લંડનની ક્વિનમેરી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વાર્વિક ખાતે અભ્યાસકર્તાઓ દ્વારા કરાયેલા અભ્યાસમાં મેટાબોલિક રિસ્ક ફેક્ટર જેમકે મેદસ્વિતા અને લાંબા સમયથી હાઇપરટેન્શનની સમસ્યા ધરાવતી ૧,૨૫૨ વિવિધ જૂથની ગર્ભવતી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. ફોલિક એસિડ અને વિટામીન ડી સપ્લીમેન્ટેશન મેળવવા ઉપરાંત મહિલાઓ માટે મેડિટેરિયન-સ્ટાઇલ ડાયટ અથવા કંટ્રોલ ગ્રુપમાં સામેલ કરવામાં આવી હતી, જેથી તેઓ ગર્ભાવસ્થા દરમિયાન પેરેન્ટલ કેર અને વેઇટ મેનેજમેન્ટ સંબંધિત યુકે નેશનલ ભલામણો હાંસલ કરી શકે.

મેડિટેરિયન ડાયટને અનુસરનાર મહિલાઓએ કુકિંગ ફેટના મુખ્ય સ્રોત તરીકે દૈનિક નટ્‌સ (૩૦ ગ્રામ દૈનિક, ૧૫ ગ્રામ વોલનટ્‌સ, ૭.૫ ગ્રામ આલમન્ડ, ૭.૫ ગ્રામ હેઝલનટ) નો આહાર લીધો હતો. આ ઉપરાંત ડાયટમાં ફળો, શાકભાજી, નોન-રિફાઇન્ડ ગ્રેઇન, દ્રાક્ષ, સાધારણથી વધુ ફીશનો ઉપયોગ, થોડાથી સાધારણ પોલ્ટ્રી અને ડેરી પ્રોડક્ટ્‌સ, માસના ઓછા ઉપયોગ, પ્રોસેસ્ડ મીટ, શુગર ધરાવતા ડ્રિંક્સ, ફાસ્ટ ફુડ તથા એનિમલ બેઝ્ડ ફેટથી સમૃદ્ધ આહારની અવગણના કરી હતી.

સહભાગીઓએ ગર્ભાવસ્થાના ૧૮, ૨૦ અને ૨૮માં સપ્તાહે આહાર સંબંધિત સૂચનો મેળવ્યાં હતા, જેથી તેમને અનુપાલન કરવામાં મદદ મળી રહે તથા આહાર સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ બની રહે તેની ખાતરી કરી શકાય. અભ્યાસકર્તાઓએ સહભાગીઓએ આપેલા પ્રતિસાદોનું મૂલ્યાંકન કર્યું હતું, જેથી અહીં નોંધવું જરૂરી છે કે રિર્પોટિંગમાં માનવભુલની શક્યતા હોઇ શકે છે.

અભ્યાસકર્તાઓએ ઉંચા બ્લડ પ્રેશર, પ્રી-એકલેમ્પિસિયા, સ્ટીલબર્થ, શીશુ અથવા નિયોનેટલ કેર યુનિટમાં એડમીશન વગેરે સહિતના ગર્ભાવસ્થા દરમિયાનની સમસ્યાઓની અસરોનું મૂલ્યાંકન કર્યું હતું, પરંતુ તેમને કોઇ નોંધપાત્ર સંબંધ જોવા મળ્યો ન હતો.
ચારમાંથી એક માતા પહેલેથી મેદસ્વિતા, લાંબા સમયના હાયપરટેન્શન અથવા ઉંચા લિપિડ સ્તરની સમસ્યા સાથે ગર્ભાવસ્થા ધારણ કરે છે, જેના કારણે ગર્ભાવસ્થામાં સમસ્યા, લાંબાગાળાના ડાયાબિટીસના જોખમ, માતા અને બાળકમાં કાર્ડિયોવાસ્ક્યુલર સમસ્યા પેદા થઇ શકે છે. આ અભ્યાસમાં મેડિટેરિયન સ્ટાઇલ ડાયટને અનુસરવા સંબંધિત વધુ માહિતી મળી છે, જે કોગ્નિટિવ કામગીરીમાં સુધારા સંબંધિત આરોગ્ય લાભો સાથે સંકળાયેલું છે.

કેલિફોર્નિયા વોલનટ કમીશન (સીડબલ્યુસી) એ આ અભ્યાસ માટે વોલનટ્‌સ ઉપલબ્ધ કરાવ્યાં હતાં. સીડબલ્યુસી ૨૫ વર્ષથી વધુ સમયગાળાથી વોલનટ્‌સ ઉપર આરોગ્ય સંબંધિત અભ્યાસને સહયોગ કરતું આવ્યું છે તથા વોલનટ્‌સ સાથે સંકળાયેલા વિશિષ્ય આરોગ્ય લાભો અંગે માહિતી અને સમજણ ફેલાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. સીડબલ્યુસી વિવિધ પ્રોજેક્ટ્‌સ માટે ભંડોળ અને/અથવા વોલનટ્‌સ ઉપલબ્ધ કરાવે છે. અભ્યાસકર્તાઓ દ્વારા તમામ અભ્યાસ સ્વતંત્ર રીતે કરવામાં આવે છે તેમજ તેઓ પ્રયોગ ડિઝાઇન કરે છે, પરિણામોની સમજણ આપે છે તથા પુરાવા આધારિત તારણો આપે છે. સીડબલ્યુસી ઇન્ડસ્ટ્રી-ફંડેડ રિસર્ચની વૈજ્ઞાનિક વિશ્વસનીયતા પ્રત્યે કટીબદ્ધ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!