મેં આજે જીવનમાં પહેલી વખત પાઘડી પહેરી અને મને અત્યંત ગર્વનો અનુભવ થયો – મોહિત મલિક

સ્ટાર પ્લસનો અત્યંત માનીતો સંગીતમય ડ્રામા શો ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ એક અત્યંત રસપ્રદ વળાંકમાંથી પસાર થઇ રહ્યો છે, જ્યાં સિકંદર એક નવા અવતારમાં જોવા મળશે !
આપણે જાણીએ છીએ તેમ મોહિત મલિક એક બહુઆયામી કલાકાર છે અને શોની શરૂઆતથી જ તે ખૂબ જ સાહજિકતાથી વૈવિધ્યતાભર્યા અવતારો ધારણ કરતો આવ્યો છે, જેમાં પહેલા સિકંદર, તે પછી નકારાત્મક વ્યક્તિ ચંદન, ત્યારબાદ માસુમ ભોલા અને હવે મર્ફી સિંહ! પિતા અને પુત્રીની જોડી વચ્ચેનું એક સુંદર બંધન આ શોનો સૌથી આકર્ષક ભાગ છે તથા દર્શકોને એક બહુ જ રસપ્રદ વળાંક આવનારા એપિસોડમાં જોવા મળશે.
આ પહેલી વખત બનવા જઈ રહ્યું છે કે સિકંદર એક સરદારની ભૂમિકા ભજવશે અને પોતાના નવા દેખાવ વિશે તેનું આ કહેવું હતું, “પડદા ઉપર એક સરદારની ભૂમિકા ભજવવી એ મારે માટે એક રોમાંચક વાત હતી કારણ કે મારા માતા તરફના સંબંધીઓ સરદાર છે અને તેઓ મને આ નવા દેખાવ માં જોઈને અત્યંત ખુશ થયા છે ! એક હકીકત તો હું જાણું છું કે સરદારો ખુબ જ રમૂજી અને ખુશમિજાજ હોય છે આથી હું તેમના લક્ષણો શીખવાની કોશિશ કરી રહ્યો છું. અને હવે જ્યાં હું એક સરદારની ભૂમિકા જીવનમાં પહેલી વખત ભજવવા જઈ રહ્યો છું ત્યારે મેં આ પાઘડી મારા માથે બાંધી અને મને ખૂબ જ ગર્વનો અનુભવ થયો.”
પહેલી વખત સરદારની ભૂમિકા ભજવી અને તે પણ આવા શોમાં, તે એક બહુ જ મોટી ઉપલબ્ધિ છે અને ઘણા ઓછા કલાકારોને એક જ શોમાં આટલા વૈવિધ્યતા પૂર્ણ પાત્રો ભજવવાની તક મળતી હોય છે. દર્શકોને પોતાની પ્રતિભા વડે પ્રભાવિત કરવાનો આ ઉત્તમ રસ્તો છે.
પાત્રોમાં ફેરફારો આ કથાનકને જીવંત અને રસપ્રદ રાખે છે જ્યાં દર્શકોના રોમાંચને પણ નવી ઊંચાઈએ લઈ જાય છે.
દર્શકો તેના આ નવા અવતારને જોઈને અત્યંત પ્રભાવિત થયા છે અને તેણે ભજવેલી પાછલી ભૂમિકાઓને ધ્યાનમાં રાખીએ તો તે ચોક્કસ આ નવા પાત્રને બહુ જ પ્રશંસનીય રીતે ભજવશે તેમાં કોઈ શંકા નથી. ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ દર સોમવારથી શુક્રવાર રાત્રે ૮.૩૦ વાગ્યે સ્ટાર પ્લસ પર.