માલપુર મેઘરજ અને મોડાસાના જંગલ ખાતાના નોમૅલ રેન્જના 60 રોજમદારો કાયમી કરવાની માંગ સાથે દેખાવો કરશે

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જંગલ જિલ્લા માલપુર મેઘરજ અને મોડાસાના જંગલ ખાતાના નોમૅલ રેન્જના 60 રોજમદારો કાયમી કરવાની માંગ સાથે દેખાવો કરશે.આગામી સ્વાવતંત્ર્ય પર્વે કાળા કપડાં પહેરીને મુખ્યમંત્રીના ધ્વજવંદન કાર્યક્રમ સ્થળે જઈ દેખાવો કરવામાં આવશે તેમ સ્વાભિમાન આદોલનના અગ્રણીઓ દિનેશ રાજવીર મહામંત્રી ગુજરાત રાજય અને મહેશ ઠાકોર મહીસાગર જિલ્લા પ્રમુખ દ્વારા જણાવાયું છે.
નોમૅલ રેન્જના 60 રોજમદારો અમોને કાયમી કરોની માગ સાથે છેલા ત્રણ વષૅથી લડત ચાલે છે પણ નિવેડો આવતો નથી. માલપુર મેઘરજ અને મોડાસાને અસંખ્યવાર આવેદન આપ્યા મોડાસા નાયબ વન સંરક્ષણ અધિકારી ને અસંખ્યવાર રેલી આવેદન, 60 વોચમેનોના આમરણાત ઉપવાસનો કાયૅક્રમો કયૉ,ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાયૅક્રમ કાયૅક્રમ કર્યો છતાં માંગણીઓ સંતોષાઈ નથી. એટલુંજ નહિ મુખ્યમંત્રી,વનમંત્રી,અગ્રમુખ્ય વન સંરક્ષણ અધીકારી વગેરેને આવેદન આપ્યા છતાં માત્રને માત્ર ઠાલા વચનો જ આપવામા આવે છે તેથી 15/8/2019 સુધીમા કાયમીનો ઓડૅર આપવામા નહી આવે તો અમો માલપુર મેઘરજ અને મોડાસા નોમૅલ રેન્જના 60 વોચમેનો મુખ્યમંત્રીના ધ્વજવંદનના કાયૅક્રમ મા પરીવાર સાથે કાળ। કપડા પહેરી તગારા દાતરડા વગાડીને વિરોધ પ્રદશૅન કરીશુ અને બ્લેક ડે તરીકે મનાવશે. તેમ છતા પણ કાયમી કરવામા નહી આવે તો નવી દિલ્હી ખાતે વડાપ્રધાનને આવેદન પત્ર આપી જંતરમંતર મેદાનમા અસરકારક આદોલન કરાશે .