PLV ટીમ દ્વારા વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિનની ઉજવણી

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સને ૨૦૧૩ થી દર વર્ષે ૩૦ મી જુલાઇ ના રોજ વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિન ની ઉજવણી કરવામા આવે છે. આપણા સમગ્ર રાષ્ટ્ર મા પણ આ દિવસની નિયમિત રીતે ઉજવણી કરવામા આવે છે. આ દિવસની મહત્તા કાયમ બની રહે અને તે માટે નો મૂળભુત હેતુ આમ જનતા સુધી પહોંચે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર હેઠળ સ્વૈચ્છિક સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ શ્રી અનિલ કક્કડ, કાંતિલાલ વોરા, મનસુખલાલ કોટેચા અને નીતાબેન મકવાણા ના સંયુક્ત પ્રયાસો થી સરકારી પ્રાથમિક શાળા, બોરીજ, ગાંધીનગર ખાતે તારીખ ૩૦ જુલાઇ ૨૦૧૯ ના દિવસે જન જાગૃતિ અભિયાન શિબિર યોજવામા આવી હતી.
આશરે ૩૦૦ થી પણ વધારે વિદ્યાર્થિઓ અને વિદ્યાર્થિનીઓ ત્થા સ્થાનિક સ્ટાફ ગણ ની હાજરી મા યોજાયેલ આ શિબિર ના મુખ્ય પ્રવક્તા શ્રી અનિલ કક્કડ એ હાજર રહેલ તમામ સમક્ષ પોતાના ઉદ્ બોધનમા માનવ તસ્કરી ની સમસ્યા ને આપણા દેશની વિશાળ સમસ્યા ગણાવી એક ગંભીર અપરાધ તરીકે ગણાવેલ હતો. તેઓએ જણાવેલ કે સને ૨૦૧૯ ના વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્ર તરફ થી આ દિવસનુ સૂત્ર માનવ તસ્કરી થી પીડિત અસરગ્રસ્તો ના હિત માટે સરકાર દ્વારા થયેલ કાર્યવાહી ની અગત્યતા ને પ્રસિધ્ધી આપી તેને સમાજના ખુણે ખુણે પહોંચાડવા અર્થે છે.
શ્રી કક્કડ એ આ દિવસની સવિસ્તર માહિતી આપી જણાવ્યુ હતુ કે માનવ તસ્કરી નો ભોગ બનનાર મુખ્યત્વે બાળકો અને મહિલાઓ છે. જે માટે નો આશય બાળકો પાસે સખત મજુરી કરાવવી, ભિક્ષા વૃતિ કરાવવી, માદક અને પ્રતિબંધિત દ્રવ્યો ની હેરા ફેરી કરાવવી, ગુન્હાહિત કામો કરાવતા રહેવા નો હોય છે. જ્યારે મહિલાઓ ને અનૈતિક સબંધો ના વ્યવસાય મા ધકેલી દેવામા આવે છે. અપરાધી તત્વો ઉપરાંત કેટ્લાક કિસ્સાઓમા માનવ તસ્કરી પાછળ આર્થિક અને સામાજિક પરિબળો પણ હોય છે. જેમા ગરીબી, બેરોજગારી, શિક્ષણ નો અભાવ, ધાર્મિક અને રૂઢિ ચુસ્ત પ્રણાલી પણ કારણ ભુત હોય છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશ મા દેવદાસી ની અને ગોઆ મા સેક્ષ ટુરીઝમ ની બાબતો થી પણ હાજર રહેલા તમામ ને વાકેફ કરવા આવ્યા હતા.
માનવ તસ્કરી ની પ્રવ્રુતિ ને ડામવા સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલામા ભારત ના બંધારણ મા કરવામા આવેલી જોગવાઇઓ જેવી કે કલમ ૨૩,૨૪, ૫૧(એ) (ઇ), ભારતીય દંડ સંહિતાની જુદી જુદી કલમો, બાળ મજુરી અટ્કાયત ધારો વિગેરે નો ઉલ્લેખ કરી માનવ તસ્કરી નો ભોગ બનનાર ના પુન: વસન, રક્ષણ અને ગુન્હાની અટ્કાયત માટે સને ૨૦૧૮ મા દેશની સંસદ માથી પસાર થયેલ વિધેયક ની પણ તેઓએ માહિતી રજુ કરી હતી. માનવ તસ્કરી ને અટકાવવામા મિડીઆ, NGO અને સમાજ ના તમામ શિક્ષિત નાગરિકો તરફથી પણ અસરકારક પ્રયાસો થાય તે ખુબ જ જરુરી છે એવુ પણ તેમણે ઉમેર્યુ હતુ.
મીટીંગના અંતે હાજર રહેલ તમામ વિદ્યાર્થિ ઓ પાસે પારા લીગલ વોલ્યુન્ટીયરસ શ્રી કક્કડ એ દરેક ને આજના દિવસ ની અગત્યતાને સમાજ મા ઘરે ઘરે પહોંચાડવા અને આ પ્રકાર ની ગુન્હાહિત પ્રવૃતિ ઓ થી હર કોઇ સાવચેત રહે તે માટે સતત પ્રયત્ન શીલ રહેવાના શપથ લેવડાવ્યા હતા. પારા લીગલ વોલ્યુન્ટીયરસ શ્રી કાંતિલાલ વોરા, મનસુખલાલ કોટેચા અને નીતાબેન મકવાણા એ પણ પ્રાસંગિક પ્રવચનો રજુ કર્યા હતા. પ્રાથમિક શાળા ના સ્ટાફ સભ્ય ભારતી બેન મોડીયા એ બાળકો ને આજના પ્રસંગ ને કાયમી ગણી તેને હર હમેંશને માટે એક ઉચ્ચતર સંદેશ તરીકે લઇ સમાજમા આ શિક્ષા ઘરે ઘરે પહોંચે તે માટે વિદ્યાર્થિઓને અનુરોધ કર્યો હતો. મીટીંગ ને સફળ બનાવવા શાળાના આચાર્ય કાશ્મીરા બેન વ્યાસ તરફથી ઉત્સાહ પૂર્વક રસ દાખવી તમામ સવલતો પુરી પાડવામા આવી હતી.