આનંદની આગામી ફિલ્મમાં રિતિક, ધનુષ અને સારા અલી ખાન ચમકશે..?!!

મુંબઈ,
ધનુષે આ પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં કન્ફર્મ કર્યું હતું કે, તેની ફિલ્મ ‘રાંઝના’ના ડિરેક્ટર આનંદ એલ. રાય સાથે વધુ એક ફિલ્મ માટે તેની વાતચીત ચાલી રહી છે. તેણે એ સમયે જણાવ્યું હતું કે, ‘અમે ઘણા બધા આઇડિયાઝ વિશે ચર્ચા કરતા રહીએ છીએ અને હું ચોક્કસ જ તેમની સાથે ફરી કામ કરીશ.’ હવે એવી ચર્ચા છે કે, આ ફિલ્મમેકરે આ એક્ટરને સાઇન કરી લીધો છે અને તેમની રિતિક રોશન અને સારા અલી ખાન સાથે વાતચીત ચાલી રહી છે. આ બંને એક્ટર્સ સાથેની તેમની વાતચીત એડ્વાન્સ તબક્કામાં છે.
એક સોર્સે જણાવ્યું હતું કે, આ એક લવ સ્ટોરી છે. જેમાં ત્રણ લીડ કૅરૅક્ટર્સ છે. ધનુષ ઓલરેડી આ ફિલ્મની કાસ્ટમાં સામેલ થઈ ગયો છે. રિતિક અને સારાને ટૂંક સમયમાં સાઇન કરવામાં આવે એવી શક્્યતા છે.’ આ ફિલ્મથી આનંદ અને ધનુષ છ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે. આ સોર્સે વધુ જણાવ્યું હતું કે, ‘‘રાંઝના’ અને ‘તનુ વેડ્ઝ મનુ’ અને એની સીક્વલ તેમજ ‘ઝીરો’ સહિત આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી તમામ ફિલ્મ્સની જેમ આ ફિલ્મમાં પણ એક્ટર્સની એક ટીમ છે. આ વર્ષના અંતમાં કે આવતા વર્ષની શરૂઆતમાં એના માટે શૂટિંગ શરૂ થાય એવી શક્્યતા છે.’