‘ઇન્શાઅલ્લાહ’નું શૂટિંગ આવતા મહિનાથી શૂટિંગ શરૂ થશે

મુંબઈ,
સલમાન ખાન અત્યારે ‘દબંગ ૩’ના છેલ્લા શેડ્યૂલ માટે શૂટિંગ કરી રહ્યો છે. જે ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જશે. બીજી તરફ આલિયા ભટ્ટ પણ ટૂંક સમયમાં ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘સડક ૨’ માટેની કામગીરી કમ્પ્લીટ કરી લેશે. જેના પછી આ બંને એક્ટર્સ સંજય લીલા ભણસાળી સાથેની તેમની ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’ માટે શૂટિંગ શરૂ કરશે.
‘ઇન્શાઅલ્લાહ’ માટે મુંબઈના એક સ્ટૂડિયોમાં ૧૮ કે ૧૯ ઓગસ્ટથી શૂટિંગ શરૂ થશે એમ કહેવામાં આવી રÌšં છે. આ ફિલ્મના શૂટિંગ માટે ભણસાળીએ દેશનાં કેટલાંક સ્થળોની સાથે કેટલાક ફોરેન લોકેશન્સ પણ પસંદ કર્યાં છે. ભણસાળીએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટેની બધી તૈયારીઓ કરી લીધી છે. ભણસાળીના પ્રોડક્શન દ્વારા મુંબઈના આ સ્ટૂડિયોમાં સેટ તૈયાર કરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. મુંબઈ પછી આ ફિલ્મ માટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મનું એક શૂટિંગ શેડ્યૂલ અમેરિકામાં પણ છે.