સારા અલી ખાને લવ લાઇફનો ખુલાસો કર્યો, કહ્યું – હાં હું પ્રેમ કરું છું

મુંબઈ,
સારા અલી ખાન હાલ પોતાની લવ લાઇફને લઇને લાઇમલાઇટમાં રહે છે. થોડાક સમય પહેલા કાર્તિક આર્યનની સાથે એના કેટલાક ફોટો વાયરલ થયા હતા. માહિતી એવી પણ છે કે હાલ કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે. જા કે હજુ સુધી બંનેની તરફથી આ મામલે કોઇ જાણકારી સામે આવી નથી. દિલ્હી આયોજિત એક ફેશન શો માં સારાએ રેમ્પ વોક કર્યું, એ દરમિયાન કાર્તિક ત્યાં હાજર હતો અને સારાને સાથ આપી રહ્યો હતો. સારાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. જેની પર ફેન્સ જારદાર કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં સારાએ એ વાત તરફ ઇશારો કર્યો છે કે એની લાઇફમાં કોઇ ખાસ માણસે એન્ટ્રી લઇ લીધી છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જ્યારે સારાને પૂછવામાં આવ્યું કે પ્રેમને લઇને એનું શું કહેવું છે. એની પર સારાએ શરમાઇને જવાબ આપ્યો. સારાએ કહ્યું કે પ્રેમને વ્યક્ત ના કરી શકાય. ત્યારબાદ જ્યારે એને લવ લાઇફ અને વર્કમાં સંતુલન બેસાડવા માટેનો પ્રશ્ન કરવામાં આવ્યો તો એને કહ્યું કે મને એની જરૂર પડતી નથી. તમને જણાવી દઇએ કે સારાના આ વીડિયોમાં સ્પષ્ટ જાવા મળી રહ્યું છે કે એ ઇશારામાં પોતાના પ્રેમનો એકરાર કરી રહી છે