ઉન્નાવ રેપ પીડિતાના ન્યાય પ્રદર્શનમાં જયા બચ્ચન હસતી જાવા મળતા થઈ ટ્રોલ

મુંબઈ,
બોલિવૂડ એક્ટ્રેસથી સપાની સાંસદ બનેલી જયા બચ્ચન પોતાની તેજ ઈમેજ માટે ઓળખાય છે. જાકે હવે તે પોતાના ફોટાના કારણે ચર્ચામાં છે. આ તસવીરો ઉન્નાવ રેપ કેસ મુદ્દા પર પીડિતાને સપોર્ટ માટે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન લેવામાં આવી છે. આ ફોટામાં જયા બચ્ચન સાથે બીજા પણ નેતાઓ જાવા મળ્યા હતા. જયા તેના ફોટાના કારણે સોશિયલ મીડિયા પર બહુ જ ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. જયા બચ્ચનના આ ફોટાને લઈ ટિવ્ટર પર લોકો તેને લઈ ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે. રેપ પીડિતાનો એક્સીડેન્ટ થઈ ગયા બાદ લોકોમાં ઘણો રોષ જાવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો જાવા મળે છે. દરેક જગ્યા પર તેને ન્યાય માટે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ઉન્નાવ રેપ પીડિતાને ન્યાય અપાવા માટે દિલ્લીમાં થયેલા એક પ્રોટેસ્ટમાં જયા બચ્ચન સામેલ થઈ હતી. આ પ્રદર્શનમાં કેટલાક રાજકિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રદર્શન વખતે લોકો લાઈનમાં ઊભા રહ્યા હતા. ત્યારે જયા બચ્ચને કંઈક એવું કર્યું કે તે ફોટાએ તેના માટે મુસીબત ઉભી કરી દીધી. એક યુઝરે લખ્યું, દુર્ભાગ્યપૂર્ણ વાત છે આ તસવીરમાં ખાલી ગાંઘીજી જ ઉદાસ દેખાઈ રહ્યા છે. તેની સાથે લોકોએ તેને પોલિટિકલ પ્રોપેગેન્ડા અને શરમની વાત કહી છે. એક યુઝરે એ પણ લખ્યું કે, તેનું આ પ્રકારનું કામ મહિલાઓ માટે પમાજનક છે. જયાને કંઈક આવા પ્રકારની જ કોમેન્ટો મળી રહી છે. જાકે આ વાત પર અત્યાર સુધી જયાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.