કડીમાંથી ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા ઇસમને ઝડપી પાડતી મહેસાણા SOG

કડીમાંથી ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા ઇસમને ઝડપી પાડતી મહેસાણા SOG
Spread the love

 

કડી ના મણિપુર વિસ્તારમાં રહેતો ઈસમ  ગાંજાનો ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની ખાનગી બાતમી ના આધારે મહેસાણા એસ.ઓ.જી.પોલીસે રેડ પાડી ગાંજાનો ગેરકાયદેસર વેપાર કરતા ઈસમ ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.


મહેસાણા એસ.ઓ.જી.પોલીસનો વધુ એક એન.ડી.પી.એસ. કેસ ઝડપી પાડવામાં સફળ

કડી શહેરના મધ્યભાગમાં આવેલ મણિપુર વિસ્તારમાં અજયજી જવાનજી ઠાકોર છેલ્લા ઘણા સમય થી પોતાના ઘેર થી ગાંજાનો ગેરકાયદેસર વેચાણનો કાળો કારોબાર ચલાવતો હતો.મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક નિલેશ જાજડિયાની સૂચનાથી મહેસાણા એસ.ઓ.જી.ના પી.આઈ.પી.જી.ચૌધરી અને પી.એસ.આઈ.એમ.ડી.ચંપાવત ની ટીમ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી ના મણિપુર વિસ્તારમાં ગાંજાનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું છે તો તેમણે પોતાની ટીમ સાથે બાતમી વાળા સ્થળ ઉપર રેડ કરતા ત્યાં ગાંજાનો ગેરકાયદેસર વેચાણ કરતા અજયજી જવાનજી ઠાકોર(ચૌહાણ) ને 2 કિલો 408 ગ્રામ ગાંજા અને વજન કાંટા સાથે ઝડપી પાડ્યો હતો જેની કિંમત આશરે 25000 રૂ. જેટલી છે.

મહેસાણા એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડેલ આરોપીને કડી પોલીસ સ્ટેશનમાં લાવી એન.ડી.પી.એસ.એક્ટ 1985 ની કલમ 8 સી, 20 બી, 29 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!