ફિલ્મ ‘રામાયણ’માં રિતિક શ્રીરામ, દીપિકા સીતા માતાનું પાત્ર ભજવશે

ફિલ્મ ‘રામાયણ’માં રિતિક શ્રીરામ, દીપિકા સીતા માતાનું પાત્ર ભજવશે
Spread the love

મુંબઈ,
રિતિક રોશન હાલ સુપર ૩૦ની સફળતાને માણી રહ્યો છે. હવે તેનું નામ એક મોટા પ્રોડક્શન સાથે જાડાયું છે. સમાચાર છે કે રિતિક રોશન ડાયરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં રામનું પાત્ર નિભાવશે. રિતિકે આ રોલ કરવા માટે હા પાડી દીધી છે.  આ ફિલ્મ નિતેશ તિવારી અને રવિ ઉદયવર સાથે મળીને બનાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લાઇવ એક્શન ટ્રાઇલોજી હશે. આ ફિલ્મનું શૂટ થ્રીડીમાં કરવામાં આવશે. આ ફિલ્મને હિન્દીની સાથે સાથે તામિલ, તેલુગુ ભાષામાં પણ રિલિઝ કરવામાં આવશે. ફિલ્મનું બજેટ આશરે રૂ. ૫૦૦ કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  ફિલ્મના નિર્માતામાં અલ્લૂ અરવિંદ, નામિત મલ્હોત્રા અને મધુ મંતેના જેવા નામ સામેલ છે. આથી જ ફિલ્મને લઈને વધારે આશા રાખવામાં આવી રહી છે. ફિલ્મના મુખ્ય પાત્રોની વાત કરવામાં આવે તો રિતિક રોશન સાથે દીપિકા પાદુકોણનું નામ પણ આવી રહ્યું છે  કે મધુ મંતેના ફિલ્મ રોલમાં સીતાના રોલમાં દીપિકા પાદુકોણને ઇચ્છે છે. હાલ આ વાતને લઈને કોઈ અધિકારિક જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ જા દીપિકાને આ ફિલ્મ માટે લાઇન કરવામાં આવશે તો રિતિક સાથે આ તેની પ્રથમ ફિલ્મ હશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!