બોયફ્રેન્ડ સાથે નવેમ્બરમાં પરણી જશે સુસ્મિતા સેન..!!

બોયફ્રેન્ડ સાથે નવેમ્બરમાં પરણી જશે સુસ્મિતા સેન..!!
Spread the love

મુંબઈ,
ભુતપુર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન ફરીવાર પોતાના રોમેન્સના કારણે ચર્ચામાં છે. સુસ્મિતા આ વખતે પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. સુસ્મિતા અને રોહમન શોલ વચ્ચે ઘણી નિકટતા જાવા મળી રહી છે. વોગ મેગેઝિને સમાચાર આપ્યા છે કે સુસ્મિતા અને રોહમન નવેમ્બર મહિનામાં લગ્ન કરવાના છે. મેગેઝિનના રિપોર્ટ મુજબ રોહમને સુસ્મિતા સેનને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને સુસ્મિતાએ હા કહી દીધી છે. લગ્નનો નિર્ણય આવ્યા બાદ જ બંનેએ પોતાના સંબંધને ઓફિશિયલ કર્યો. જે સમાચાર આવી રહ્યા છે જા તે સાચા માનવામાં આવે તો આ કપલ નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ અંગે કપલે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. થોડા સમય પહેલા એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે સુસ્મિતા અને રોહમન વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. સુસ્મિતા અને રોહમને આ વાતને ખોટી ગણાવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!