ગોદરી પ્રાથમિક શાળામા એક બાળ-એક વૃક્ષ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની છેવાડા વિસ્તારમાં આવેલી ગોદરી પ્રાથમિક શાળામાં પર્યાવરણ બચાવવાના સંદર્ભમાં એક બાળ-એક વૃક્ષ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમા શાળા ના દરેક બાળકો તથા શિક્ષકો શાળા પરિસરમાં વૃક્ષ વાવી ને તેનું જતન કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી.સાથે સાથે બાળકો ઘરે પણ વૃક્ષારોપણ કરે તે હેતુથી દરેક વિદ્યાર્થીઓને એક-એક છોડ આપવામાં આવ્યા હતા. શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા કરેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમ ની કામગીરી ને સી.આર.સી.કોર્ડિ. સરકીલીમડી, ગ્રામજનો તથા શાળા વ્યવસ્થાપન સમિતિ એ આવકારી હતી.