બિગબોસ કન્ટેસ્ટન્ટ પાર્લે માને બોલીવુડમાં ડેબ્યુ કરશે

મુંબઈ,
મલયાલમમાં પોતાની જબરજસ્ત ઓળખાણ બનાવનાર પાર્લે માને જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે. બિગબોસ મલયાલમની એક્સ કન્ટેસ્ટન્ટ પાર્લે માને ડાયરેક્ટર અનુરાગ બાસુની આવનારી ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે. પરંતુ અત્યારસુધી ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે. પોતાના ડેબ્યુની લઈને પાર્લે માનેએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં પોતાની તૈયારીઓ અને શૂટિંગ સેટ સાથે જાડાયેલી ઘણી વાતો પણ કરી હતી.
પાર્લે માનેએ બોલીવુડમાં ડેબ્યુ અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું, શૂટિંગ શરુ કરતા પહેલા મને કોઈ આશંકા હતી નહિ. સેટ ખૂબ જ જારદાર છે અને અહીંયા દરેક લોકો મારી સાથે ખૂબ જ પ્રેમથી અને સન્માનીય રીતે વ્યવહાર કરે છે. આવા કલાકારો સાથે કામ કરવું તે ખૂબ જ સારો અહેસાસ કરાવે છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર પાર્લે માનેની ડેબ્યુ ફિલ્મમાં અભિષેક બચ્ચન,પંકજ ત્રિપાઠી,આદિત્ય રોય કપૂર,રાજકુમાર રાવ,સાન્યા મલ્હોત્રા અને સના શેખ જેવા કલાકારોએ પોતાના મહત્વના રોલ નિભાવ્યા છે.