અભિનેત્રી પલોમી ઘોષનો ઘટસ્ફોટઃ ‘એજન્ટેકહ્યું હતું કોમ્પ્રોમાઈઝ કરવાનું છે’

મુંબઈ,
કોંકણી ફિલ્મમાં ખુબ મહેનતનાં કારણે નેશનલ એવોર્ડ પોતાનાં નામે કરનાર અને સુરજ પંચોળી સાથે ફિલ્મ સૈટલાઈટ શંકર પુરી કરીને હાલમાં જ આવેલી બોલિવૂડની અભિનેત્રી પલોમી ઘોષે એક ઈન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યા છે. તેણે પોતાનાં પર વીતેલી આપવીતી સંભળાવી હતી. પાછળનાં ઘણા સમયથી બોલિવૂડની અભિનેત્રીઓ યૌન શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે. પોતાની સાથે બનેલી આ પ્રકારની ઘટનાઓનો ઉલ્લેખ કરી રહી છે. આવી વાતો કર્યા પછી ઘણો બદલાવ પણ આવ્યો છે. ત્યારે પલોમી ઘોષે પણ પોતાનાં પર બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું એક વખત મને એજન્ટનો ફોન આવ્યો કે તમારું સિલેક્શન થઈ ગયું છે બસ હવે તમારે એક કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. અભિનેત્રી આગળ વાત કરે છે કે, મે આટલું સાંભળ્યું કે હું તરત હસવા લાગી અને મે કહ્યું કે, ભાઈ તમે રોન્ગ નંબર પર ફોન કર્યો છે, હવે તમે આ નંબર પર કયારેય કોલ ન કરતા. તેણે મારી વાત સાંભળીને કહ્યું કે, સોરી સોરી મેડમ, મે તમને ડિસ્ટર્બ કર્યો હો સોરી. આ પહેલો મોકો હતો કે જ્યારે મારી સાથે કોઈ ઓકવર્ડ વાત કરી હતી.