તાપસીનો ચોંકાવનારો ખુલાસોઃ કોઇ અભિનેતા મારી સાથે કામ કરવા તૈયાર નહોતા

મુંબઈ,
તાપસીનું નામ એ સ્ટાર્સની લિસ્ટમાં પ્રખ્યાત છે જેને તેના કરિયર માટે દિવસ-રાત મહેનત કરી છે. તાપસીએ એવો સમય પણ જાયો છે જ્યારે બોલીવુડ અભિનેતા તેની સાથે કામ કરવા માટે ઇન્કાર કરતા હતા અને નિર્માતા છેલ્લા સમયે તેનાથી ફિલ્મ છીનવી લેતા હતા. આ વાતનો ખુલાસો તાપસી પન્ન્šએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. કોલેજના દિવસથી જ માડેલિંગ શરૂ કરી દીધી હતી. તેને કૈટની પરીક્ષામાં ૮૮ ટકા મેળવ્યા હતા. તે એમબીએ કરવાની તૈયારીમાં હતી કે તેને એક ફિલ્મમાં આૅફર મળી. તે બાદ તેને ત્રણ ફિલ્મમાં કામ કર્યું. પરંતુ ત્રણેય ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નહીં. તાપીસીએ આગળ જણાવ્યું કે મને લઇને એવી પણ અફવાઓ ઉડાવવામાં આવી હતી કે ફિલ્મોમાં મારુ લક ખરાબ છે. આ ફિલ્મોમાં ઘણા મોટા અભિનેતા, નિર્દેશક પણ હતા પરંતુ ફ્લાપ થવાનું ઠીકરુ મારી ખરાબ કિસ્મત પર ફોડવામાં આવ્યું. મને ફિલ્મોમાંથી નીકાળી દેવામાં આવી. કારણકે નિર્માતાને પૈસાની મુશ્કેલી હતી. તે બાદ મેં પિંક ફિલ્મ સાઇન કરી. ખબર નહીં આ વાત પર લોકોને વિશ્વાસ થશે કે નહીં પરંતુ મેં આ બધું જાયું છે.તેને આગળ કહ્યું હતુ કે બોલીવુડમાં અભિનેતા મારી સાથે કામ કરવા માટે તૈયાર ન હતા. કારણકે હું એ લિસ્ટની અભિનેત્રી ન હતી. નિર્માતા મને સાઇન કરતા, તારીખ ફાઇનલ કરતા અને છેલ્લે મને ના કહી દેતા. કારણકે તે લોકોને મોટી અભિનેત્રી મળી જતી હતી.