અક્ષય કુમાર હવે ફિલ્મ દીઠ ૫૪ કરોડની ફી મેળવશે

મુંબઈ,
અક્ષય કુમાર છેલ્લા ઘણા સમયથી બેક ટુ બેક બ્લોકબસ્ટર્સ આપી રહ્યો છે. આ એક્ટરે હવે તેની ફી વધારવાનો અને ફિલ્મ દીઠ ૫૪ કરોડ રૂપિયાની ફી લેવાનો નિર્ણય કર્યો છે. એક સોર્સે જણાવ્યું હતું કે, ‘અક્ષયને નવ નંબર ખૂબ જ ગમે છે. તે જ્યારે ‘રાઉડી રાઠોડ’ કરી રહ્યો હતો ત્યારે તેણે એના માટે ૨૭ કરોડ રૂપિયાની ફીની ડિમાન્ડ કરી હતી. હવે અક્ષય ફિલ્મ દીઠ ૫૪ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી રહ્યો છે. ૨૭ અને ૫૪ બંને નંબર્સનું ટોટલ નવ જ થાય છે.’ આ સોર્સે વધુ જણાવ્યું હતું કે, ‘સંજય લીલા ભણસાળીએ ‘રાઉડી રાઠોડ’ને પ્રોડ્યૂસ કરી હતી. જેને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી હતી. ગયા વર્ષે જ્યારે અક્ષયે ભણસાળીની વાત માનીને ‘પદ્માવત’ને બોક્સ-ઓફિસ પર મોકળું મેદાન મળે એ માટે તેની ફિલ્મ ‘પેડમેન’ની રિલીઝ ડેટ શિફ્ટ કરી હતી ત્યારે તેણે મજાકમાં ભણસાળીને ‘રાઉડી રાઠોડ’ની સીક્વલનું પ્રોમિસ કરવા કહ્યું હતું અને હવે જ્યારે એની સીક્વલ બની રહી છે ત્યારે મેકર્સે અનુભવ્યું હતું કે, તેમણે એના માટે અક્ષયને ‘રાઉડી રાઠોડ’ માટે જેટલી ફી આપી હતી એના કરતાં ડબલ ફી આપવાની જરૂર છે.’