નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ‘બોલે ચૂડિયાં’ ફિલ્મ શૂટિંગનાં શ્રી ગણેશ

મુંબઈ,
નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ‘બોલે ચૂડિયાં’ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મમાં નવાઝની સાથે તમન્ના ભાટિયા લીડ રોલમાં છે. નવાઝુદ્દીન સિદ્દીકીનો ભાઈ શમ્સ સિદ્દીકી આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. ઉપરાંત આ ફિલ્મથી જ નવાઝ ખુદ રેપર તરીકે પણ ડેબ્યુ કરી રહ્યો છે. તેના રેપર સોન્ગ ‘સ્વેગી ચૂડિયાં’નું ટીઝર પણ થોડા સમય પહેલાં રિલીઝ થયું હતું. ફિલ્મમાં સાઉથ એક્ટર કબીર દુહાન સિંહ વિલનના રોલમાં છે. ફિલ્મના પ્રોડ્યૂસર રાજેશ ભાટિયા અને કિરણ ભાટિયા છે. ફિલ્મમાં અગાઉ અગાઉ મૌની રોય સામેલ હતી પણ હવે તેની એÂક્ઝટ બાદ ફિલ્મમાં તમન્ના ભાટિયા લીડ રોલમાં છે.