નેવુંના દાયકાની એક્ટ્રેસીસે કોમેડીમાં ખૂબ મોટું કામ કર્યું છેઃ યામી

નેવુંના દાયકાની એક્ટ્રેસીસે કોમેડીમાં ખૂબ મોટું કામ કર્યું છેઃ યામી
Spread the love

મુંબઈ,
જ્યારે યામી ગૌતમે થોડા સમયમાં આવનારી સટાયરિકલ બ્લેક કોમેડી ફિલ્મ ‘બાલા’ સાઇન કરી ત્યારે તેને ખ્યાલ હતો કે કોમિક જેનર તેના માટે ચેલેન્જિંગ અને નવું છે. યામીએ આ પહેલા આ જેનરનું કશું ટ્રાય નથી કર્યું પણ તે શ્રીદેવી, માધુરી દીક્ષિત નેને અને જુહી ચાવલાની મોટી ફેન છે. આ બધી જ એક્ટ્રેસીસનું કોમિક ટાઇમિંગ ખૂબ જ સારું હતું. યામી બેક ટુ બેક ત્રણ કોમેડી ફિલ્મો આપવાની છે. તેણે તેના સ્ક્રીન આઇડલ્સમાં ઇન્સપિરેશન શોધી છે. તે જણાવે છે કે, ‘એક એક્ટર કિ બીજાની હ્યુમર બ્રાન્ડ કે કોમિક ટાઇમિંગને રેપ્લિકેટ ન કરી શકે. પણ, તેમણે કેવી રીતે પરફોર્મ કર્યું તેને તેઓ આત્મસાત્ જરૂર કરી શકે. શ્રીદેવીની ચાલબાઝ કે જુહી ચાવલાની યસ બોસ હોય કે હમ આપકે હે કોનમાં માધુરી દીક્ષિતનો કોમિક ટાઇમિંગ હોય. આ બધી જ ફિલ્મો મારા નાનપણનો એક મોટો ભાગ રહી છે. તેમની એક્ટ્‌સમાં એક મેથડ હતી. આંખનો એક ઇશારો કોઇ એક ઇમોશન દર્શાવતો તો નેણથી બીજું ઇમોશન દર્શાવાતું. કોમેડીમાં હંમેશા લાફ આઉટ લાઉડ જાક્સ જ હોવા જરૂરી નથી. કયારેક હ્યુમરને સટલ રીતે પણ રજૂ કરી શકાય. કોમેડીના મામલામાં નેવુંના દાયકાની એક્ટ્રેસે ખૂબ જ મોટું કામ કર્યું છે.’યામીએ તેના ફેવરિટ્‌સ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મને નાનપણથી ફિલ્મો ખૂબ જ ગમે છે. હું કયારેક હમ આપકે હે કોનના દૃશ્યો પણ ભજવતી હતી. આજે પણ જ્યારે સમય મળે ત્યારે એ ફિલ્મો ફરી વાર જાઇ લઉં છું.’

Admin

Admin

9909969099
Right Click Disabled!