કેટરીનાની બહેન ઈસાબેલ સલમાનના બનેવી સાથે ડેબ્યૂ કરશે

મુંબઈ,
અભિનેત્રી કેટરીના કૈફે બોલિવૂડમાં એક એકથી ચઢિયાતી ફિલ્મો આપીને પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી છે. હવે તેણે પોતાની બહેન ઈઝાબેલ કૈફની કારકિર્દી બનાવવાની જવાબદારી પણ પોતાના માથે લઈ લીધી છે. હવે કેટરીના કૈફ પોતાની બહેનને પોતાની સાથે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરાવવા જઈ રહી છે. થોડા સમય પહેલાથી ઈસાબેલની ડેબ્યૂ વિશે ચર્ચાઓ થઈ રહી હતી કે તે સૂરજ પંચોલી સાથે જાવા મળશે. પરંતુ હવે કોઈ ડાન્સ ફિલ્મમાં નહીં પરંતુ સલમાન ખાનના બનેવી આયુષ શર્માની સાથે પોતાની આગામી ફિલ્મ ‘ક્વથા’માંથી ડેબ્યૂ કરશે. આ ફિલ્મને સલમાન ખાન પ્રોડ્યૂસ કરશે. ઈસાબેલે એક ફોટો શેર કરતા આ અંગે ખુશી વ્યક્ત કરી છે.