‘પલ પલ દિલ કે પાસ’નું ટ્રેલર આવતીકાલે રિલીઝ થશે

મુંબઈ,
એક્ટર અને રાજકારણી સની દેઓલનો દીકરો કરણ દેઓલ એક્ટર તરીકે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે. ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મને ખુદ સની દેઓલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં કરણ દેઓલ સાથે એક્ટ્રેસ તરીકે સહર બામ્બા છે. સહર બામ્બા ‘બોમ્બે ટાઈમ્સ ફ્રેશ ફેસ’ કોન્ટેસ્ટ ની વિનર છે અને તેને સોનાક્ષી સિન્હાના હસ્તે એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના પ્રોડ્યૂસર ‘ઝી સ્ટુડિયો’ અને ‘સની સાઉન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ’ છે. ફિલ્મ ૨૦ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.
કરણ દેઓલ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ હતો, પરંતુ એક એક્ટર તરીકે આ ફિલ્મથી તે એન્ટ્રી લેશે. કરણે અગાઉ ફિલ્મ ‘યમલા પગલા દિવાના ૨’ના ડિરેક્ટરને આસિસ્ટ કરવાનું કામ કર્યું હતું. ‘પલ પલ દિલ કે પાસ’ એક એડવેન્ચર લવ સ્ટોરી હશે.