‘અર્જુન પટિયાલા’માં બોલેલ નંબર બદલ સની લિયોનીએ યુવકની માફી માગી

મુંબઈ,
દિલજિત દોસાંજ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘અર્જુન પટિયાલા’ ૨૬ જુલાઈના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં સની લિયોની પણ હતી. ફિલ્મના એક સીનમાં તે કો-એક્ટર વરુણ શર્માને પોતાનો મોબાઈલ નંબર આપે છે, જે હકીકતમાં દિલ્હીના એક છોકરાનો છે. ફિલ્મ રિલીઝ બાદ ઘણા બધા લોકો તેને ફોન કરી સની લિયોની સાથે વાત કરાવવાનું કહી રહ્યા હતા. દિલ્હીના મોર્યા એન્કલેવમાં રહેતા ૨૭ વર્ષીય પુનિતને ત્રણ દિવસમાં ૪૦૦થી વધુ લોકોના ફોન આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થયા બાદ એક ઇન્ટરવ્યૂમાં સનીએ પુનિતને સંબોધી ‘અર્જુન પટિયાલા’માં બોલેલ નંબર બદલ સની લિયોનીએ યુવકની માફી માગી કે, ‘સોરી, મારો કોઈ એવો ઈરાદો ન હતો કે તારી સાથે આવું કંઈપણ થાય. તને ઘણા ઈન્ટરેસ્ટિંગ લોકોના કોલ આવ્યા હશે.’ દિલ્હીનો આ ૨૭ વર્ષીય યુવક પુનિત અગ્રવાલ એક પ્રાઇવેટ કંપનીમાં જાબ કરે છે. પુનિતે જણાવ્યું હતું કે, ‘શુક્રવારે સની લિયોનીની ફિલ્મ ‘અર્જુન પટિયાલા’ રિલીઝ થઇ. ફિલ્મના એક સીનમાં તે કો-એક્ટર વરુણ શર્માને પોતાનો મોબાઈલ નંબર આપે છે, જે મારો નંબર છે. શુક્રવારથી જ લોકો મને સની લિયોની સાથે વાત કરવા માટે કોલ કરી રહ્યા છે. આટલું જ નહીં અમુક લોકો તો વ્હોટ્સએપ પર પણ મેસેજ કરી રહ્યા છે. અમુક તો અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. હું આ બધાથી હેરાન થઇ ગયો છું.’