મોહમ્મદ આમિર પછી હવે વહાબ રિયાઝ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે

મોહમ્મદ આમિર પછી હવે વહાબ રિયાઝ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે
Spread the love

કરાંચી,
પાકિસ્તાન ક્રિકેટને વધુ એક ઝટકો લાગ્યો છે. મોહમ્મદ આમિર પછી ફાસ્ટ બોલર વહાબ રિયાઝે પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. રિયાઝે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અહેસાન મનીને આ અંગે જાણ કરી હતી. તેણે કહ્યું હતું કે તે હવે ટેસ્ટ ક્રિકેટમાં રમવા માગતો નથી. તે અત્યારે કેનેડામાં ગ્લોબલ ટી-૨૦માં રમી રહ્યો છે. થોડા દિવસોમાં તે પાકિસ્તાન પરત ફરશે અને આ અંગે એક પ્રેસ કોન્ફ્રન્સમાં જાહેરાત કરશે. રિયાઝે પોતાના ૧૦ વર્ષના ટેસ્ટ કરિયરમાં ૨૭ મેચ રમીને ૮૩ વિકેટ ઝડપી છે. ગયા અઠવાડિયે આમિરે નિવૃત્તિ લેતા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સે તેના નિર્ણયની ટીકા કરી હતી. હવે જાવાનું રહેશે કે રિયાઝના નિર્ણયને કેવો રિસ્પોન્સ મળે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!