ઈડર પાસેના વિજયનગર ત્રણ રસ્તે બોલેરો ગાડીમાંથી ૪૩,૨૦૦ રૂ. નો દારૂ ઝડપી પાડતી સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચ

ઈડર પાસેના વિજયનગર ત્રણ રસ્તે બોલેરો ગાડીમાંથી ૪૩,૨૦૦ રૂ. નો દારૂ  ઝડપી  પાડતી સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચ
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર

સાબરકાંઠા  જિલ્લામાં ગેરકાયદેસર ઇગ્લીશદારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા શ્રી. મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ ગાંધીનગર ની સુચના અને  સાબરકાંઠા પોલીસ વડા  ચૈતન્ય મંડલીક એ આપેલ આદેશ મુજબ  વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. એ પો.સ.ઇ.જે.પી.રાવ તથા એલ.સી.બી. સ્ટાફ ના માણસોને માર્ગદર્શન આપી ટીમ બનાવી  બાતમી મેળવી નાકાબંધી કરી પ્રોહીબીશનની પ્રવૃતી નાબુદ કરવા  બાતમીદારથી ખાનગી બાતમી મળી હતી કે, ‘‘રાજસ્થાનના ડબાયચા તરફથી એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો  ગાડી નંબર GJ-09-BF-3235 ની ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂ ભરી વિજાપુર તરફ જવા રવાના થઈ છે અને વિજયનગર ત્રણ રસ્તા તરફ આવવાની  છે.’’ જે બાતમી  આધારે વિજયનગર ત્રણ રસ્તા ખાતે વિજયનગર તરફથી આવતા વાહનો ચેકિગ કરતા હતા તે દરમ્યાન વિજયનગર તરફથી બાતમી મુજબની એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો  ગાડી નંબર GJ-09-BF-3235 ની આવતી જણાતાં તે ગાડી ને પોલીસ સ્ટાફના માણસોએ હાથથી ઇશારો કરી રોકવા પ્રયત્ન કયૉ હતો જેથી  તે ગાડીના ચાલકે પોતાની ગાડી અચાનક ઉભી રાખી હતી અને તેમાથી નીચે ઉતરી તે ચાલક ઇસમ તથા તેની સાથેનો ખાલી સાઇડની સીટે બેસેલો બીજો ઇસમ એમ બંન્ને જણા નાસવા લાગેલ અને તેઓને પકડવા દોડતા ચાલક ઇસમ નાસી ગયેલ અને તે પકડાયેલ કે ઓળખાયેલ નહી અને ચાલક સાથેના બીજો ઇસમ  નજીકમાં જ પકડાઇ ગયો અને તે બોલેરો ગાડીની અંદર જોતા ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ-૯ કુલ બોટલ નંગ ૧૦૮ કિ.રૂ. ૪૩૨૦૦ તથા એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો  ગાડી નંબર GJ-09-BF-3235 કિં.રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૪,૪૩,૨૦૦નો મુદ્દામાલ મળી આવતા ઇડર પો.સ્ટે. ખાતે થર્ડ ગુ.ર.નં. ૫૨૯૩/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ ક. ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરાવી ગણનાપાત્ર કેસ કરી તેની વધુ તપાસ સાબરકાંઠા અેલ.સી.બી. પી.આઈ. વી.આર. ચાવડા અે હાથ ધરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!