સાહો’ની રિલીઝ બાદ પ્રભાસ બિઝનેસમેનની દીકરી સાથે લગ્ન કરે તેવી શક્યતા

મુંબઇ,
બાહુબલી સ્ટાર પ્રભાસ કયારે લગ્ન કરશે તેની રાહ કેટલાંય સમયથી જાવાઇ રહી છે. આ વચ્ચે તેનું નામ બાહુબલી ફિલ્મની જ તેની કો-સ્ટાર અનુષ્કા શેટ્ટી સાથે જાડાયું. સૌને હતું કે આ જાડી લગ્ન કરશે. પણ ફિલ્મની રિલીઝ બાદ તે અંગેની વાતો અફવા જ સાબિત થઇ. અને હવે પ્રભાસ અંગે વધુ એક ન્યૂઝ ચર્ચામાં છે. ‘બાહુબલી’ની અપાર સફળતા બાદ પ્રભાસ ‘સાહો’ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ રિલીઝ થશે. વાતો છે કે આ ફિલ્મની રિલીઝ બાદ પ્રભાસ સગાઇ કરી લેશે. આ સગાઇ તેજી સ્થિત એક ભારતીય બિઝનેસમેનની દીકરી સાથે કરશે. અહેવાલ મજૂબ તેઓ સગાઇ તો ‘સાહો’ ફિલ્મની રિલીઝ બાદ કરશે પણ લગ્ન અંગે હજુ સુધી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી. પ્રભાસની બહેન દ્વારા આ માહિતીની પુષ્ટિ કરવામાં આવી છે. પ્રભાસની બહેનનાં જણાવ્યાં અનુસાર, ‘પ્રભાસ તેનાં પરિવારની ખુબજ નિકટ છે અને તે એકદમ સામાન્ય માણસ જેવો છે. જ્યારે તે ફિલ્મનું શૂટિંગ નથી કરતો ત્યારે અમે સાથે ઘણો સમય વિતાવીયે છીએ અમે તેનો ખુબ આદર કરીએ છીએ અને સામે તે અમને અપાર પ્રેમ કરે છે. તે અમને ઘણી વખત સરપ્રાઇઝ આપીને તો કયારેક ખુબ બધી ગિફ્ટ આપીને ખુશ કરતો હોય છે. અમે તેનાં લગ્નની આતુરતાથી રાહ જાઇ રહ્યાં છે.’