દરેક વ્યક્તિ કોઇને કોઇ અફવાઓથી ઘેરાયેલી હોય છેઃ મલાઇકા અરોરા

દરેક વ્યક્તિ કોઇને કોઇ અફવાઓથી ઘેરાયેલી હોય છેઃ મલાઇકા અરોરા
Spread the love

મુંબઇ,
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત કપલમાંથી એક છે. બંને સોશિયલ મીડિયાથી લઈને પાર્ટીઓમાં છવાયેલા રહે છે. બંને અવાર-નવાર સાથે સ્પોટ થયા છે. જેને લઈને હવે તેઓ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે તેવી સમાચાર સામે આવ્યા છે, જા કે મલાઈકાએ ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાતોનું ખંડન કર્યું છે. એક ચેનલ સાથે વાતચીત કરતાં મલાઈકાએ કહ્યું કે, ‘ખુશીઓ તમારી મગજની મનોદશા પર આધારિત હોય છે. હા, હું ખુશ છું. પરંતુ હું શું કામ તેના વિશે જણાવું. દરેક વ્યક્તિ કોઈને કોઈ આવી અફવાઓથી જરૂરથી ઘેરાઈ છે. આવા અનુમાન લોકો કરતાં હોય છે’ માત્ર મલાઈકા જ નહીં છેલ્લા કેટલાક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં અર્જુને કહ્યું હતું કે હું પ્રોફેશનલ અને પર્સનલ એમ બંને ફ્રંટથી ખુશ છું. હું હંમેશાથી ઘણા ખુલ્લા વિચારોવાળું છું.
‘મારો વિશ્વાસ કરો હું ક્્યારે તમને આઘાત નહીં આપું. જા કોઈ જણાવવા જેવી વાત હશે તો હું તમને પહેલા જણાવીશ. હું મારી ખુશીમાં તમને જરૂરથી સામેલ કરીશ’.

Admin

Admin

9909969099
Right Click Disabled!