હું નંબર-૪ પર બેટિંગ કરવા તૈયાર છું,મને તક મળવી જાઇએઃ અજિંક્ય રહાણે

હું નંબર-૪ પર બેટિંગ કરવા તૈયાર છું,મને તક મળવી જાઇએઃ અજિંક્ય રહાણે
Spread the love

મુંબઇ,
ભારતીય ટીમ છેલ્લા કેટલાય સમયથી નંબર ચારની પાઝિશન માટે ઝઝૂમી રહી છે. ટીમે છેલ્લા ઘણાસમયથી આ નંબર પર અનેક બેટ્‌સમેનોને અજમાવ્યા પણ કોઇ સફળ રહી શક્્યુ નથી. હવે નંબર ચારની રેસમાં ટીમ ઈન્ડિયાના સૌથી અનુભવી બેટ્‌સમેન અને ટેસ્ટ ટીમના ઉપકેપ્ટન અંજિક્યે રહાણેએ હૂંકાર કર્યો છે. તેને નંબર ચાર પર બેટિંગ કરવાની ઇચ્છા દર્શાવી છે. રહાણે બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી)ના વાર્ષિક એવોર્ડ સમારોહમાં કહ્યું કે, ખાસ વાત છે કે સમારોહમાં પુરસ્કાર વિતરણમાં મારો નંબર ચાર છે. હું નંબર ચાર પર બેટિંગ કરવાનું પસંદ કરુ છુ. જા મને ટીમ ઇÂન્ડયામાં તક મળશે તો તેને સાબિત કરીને બતાવીશ. ઉલ્લેખનીય છે કે, હાલમાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે છે, અને ટી૨૦ સીરીઝ બાદ વનડે અને ટેસ્ટ સીરીઝ પણ રમવાની છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયામાં નંબર ચાર પર વિજય શંકર, રાયડુ, યુવરાજ, મનીષ પાંડે, કેએલ રાહુલ અને ઋષભ પંત બેટિંગ કરી ચૂક્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!