તટસ્થ અમ્પાયરોની પ્રથા કાઢી નાખોઃ પોન્ટિંગ

સિડની,
આૅસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પોન્ટિંગે ગઈ કાલે ક્રિકેટના મોવડીઓને અનુરોધ કર્યો હતો કે તટસ્થ અમ્પાયરો રાખવાની પ્રથા હવે કાઢી નાખવાની જરૂર છે. ઇંગ્લૅન્ડ સામે બ‹મગહૅમમાં ચાલી રહેલી પ્રથમ ઍશિઝ ટેસ્ટમાં અમ્પાયરોએ કેટલાક ખોટા નિર્ણયો આપ્યા હોવાને પગલે પોન્ટિંગે આ માગણી કરી છે.
પાકિસ્તાનના અલીમ દર અને વેસ્ટ ઈન્ડિઝના જાએલ વિલ્સનના કેટલાક નિર્ણયોને રિવ્યૂ સિસ્ટમમાં થર્ડ અમ્પાયર દ્વારા નકારી કાઢવામાં આવતાં મેદાન પરના આ બેઉ અમ્પાયરોની ખૂબ ટીકા થઈ રહી છે. પોન્ટિંગ ક્રિકેટના કાયદા ઘડતી ઇંગ્લૅન્ડની મૅરિલબાન ક્રિકેટ કમિટી (એમસીસી)ની વગદાર ક્રિકેટ કમિટીનો મેમ્બર છે. તેણે પોતાના દેશના ક્રિકેટ બોર્ડની વેબસાઇટને મુલાકાતમાં કÌšં હતું કે આગામી બેઠકમાં હું આ મુદ્દે ચર્ચા કરાવીને રહીશ. ખેલાડીઓમાં પણ ખૂબ ચર્ચા થઈ છે. મારા મતે હવે ન્યૂટ્રલ અમ્પાયરો રાખવાની કોઈ જરૂર જ નથી. ખોટા નિર્ણયો આપવામાં આવે તો શું મજા આવે.