ભારત રેપની મહામારીથી પીડિત દેશઃ તનુશ્રી દત્તા

મુંબઈ,
કેમ્પેઈન હેઠળ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દાએ બહુ તુલ પકડ્યુ અને બોલિવુડમાં આ કેમ્પેઈન હેઠળ શોષણની કહાનીઓ બહાર આવવા લાગી. એકથી એક હસ્તીઓ આની ઝપટમાં આવી ગઈ. તનુશ્રી એક વાર ફરીથી સામે આવી છે અને આ વખતે તેણે દેશમાં થઈ રહેલી ઘટનાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. ઉન્નાવ રેપ કેસ વિશે તનુશ્રીએ કÌš, ‘આપણો મહાન દેશ ભારત ધીમે ધીમે બળાત્કારની મહામારીથી પીડિત થતો જઈ રહ્યો છે. ઉન્નાવ રેપ કેસ આ વાતનુ જીવતુ જાગતુ અને ભયાનક ઉદાહરણ છે.’ અમુક લોકો એવા છે જે સંસ્કારી કલ્ચરનો રાગ આલાપે છે અને તનુશ્રીએ સોમવારે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાત કહી. તેણે વાતને આગળ વધારતા કહ્યું, ‘હાલમા મહિલાઓ અને બાળકો સાથે થતા રેપના સમાચારો મોટી માત્રામાં આવી રહ્યા છે. દહેજ માટે મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર પણ ઓછા નથી થઈ રહ્યા. આ ઉપરાંત પણ અમુક લોકો એવા છે જે સંસ્કારી કલ્ચરનો રાગ આલાપે છે અને ત્યારબાદ એ મહિલાઓને જજ કરે છે જે શોટ્ર્સ અને બિકિની પહેરે છે.’ બીજા દેશોમાં મહિલાઓ બિકિનીમાં રહે છે, તેમનો રેપ તો નથી થતો’ દુનિયાભરમાં એવી જગ્યાઓ પણ છે જ્યાં મહિલાઓ સમુદ્ર કિનારે બિકિની પહેરીને પડી રહે છે પરંતુ તેમને ના તો કોઈ છેડે છે ના તેમનો રેપ થાય છે.