અરુણ વિજયનો ‘સાહો’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ ‘સાહો’ ૩૦ ઓગસ્ટે રજુ થતા ‘છીછોરે’એ રિલીઝ ડેટ બદલી

મુંબઈ,
અરુણ વિજયનો ‘સાહો’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો છે. બાહુબલી સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો ૩૦ ઓગસ્ટે ૨૦૧૯ ના રોજ રીલિઝ થશે. પહેલા આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ તેને ૩૦ ઓગસ્ટ સુધી રિલીઝ લંબાવી દેવામાં આવી હતી. જાકે, હવે સાહો ૩૦ ઓગસ્ટે આવી રહી છે, તેને કારણે ઘણી ફિલ્મોએ તેની રિલીઝની તારીખો બદલી છે. તે સ્પષ્ટ છે કે કોઈ પણ સાહો જેવી મોટી બજેટની ફિલ્મ સાથે ટક્કર લેવા નથી માંગતું.
સાહો ફિલ્મની સોલો રિલીઝ માટે બીજી ફિલ્મના નિર્માતાઓએ પોતાની ફિલ્મની તારીખ બદલીને સમર્થન આપ્યું છે આવી સ્થિતિમાં, સાહોના નિર્માતાઓએ બીજી ફિલ્મ્સના નિર્માતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે કારણ કે તેઓએ તેમની રિલીઝ તારીખો બદલી છે અને સાહો સાથે ટકરાતા નથી. તમને જણાવી દઈએ કે, બોલિવૂડ ફિલ્મ છીછોરે અને મેડ ઇન ચાઇના પણ ૩૦ ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ તેમને તારીખ બદલી નાખી છે. દેશભરમાંથી લગભગ ચાર ફિલ્મોએ સાહો માટેની તારીખો બદલી નાખી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું શૂટિંગ હિન્દી, તમિલ અને તેલુગુ ત્રણ ભાષાઓમાં કરવામાં આવ્યું છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત સાહો ફિલ્મમાં નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરુણ વિજય અને મુરલી શર્મા છે.