૩૭૦ રદ થતા બોલિવૂડમાં ઘેરા પ્રત્યાઘાત, ‘વિક્રમ બત્રા’નું શૂટિંગ અટક્યું

મુંબઈ,
જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને હટાવ્યાં પછી આખા દેશમાં ગંભીર વાતાવરણ ઉભુ થઈ ગયું છે. એક તરફ ઠેર ઠેર ખુશીઓની લહેરકી જાવા મળી રહી છે. પરંતુ તણાવની વચ્ચે પરિસ્થિતિ પણ ગંભીર બનતી જાય છે. કાશ્મીરમાં જે ઘટનાં બની એનાં ઘેરા પ્રત્યાઘાત બોલિવૂડમાં પણ પડ્યાં છે. એક માહિતી સામે આવી છે કે કેન્દ્ર સરકારનાં આ નિર્ણય પછી ત્યાં સુરક્ષાઓ વધારવામાં આવી છે. જેનાં કારણે એવા ફિલ્મોનું શેડ્યુલ પણ બદલી નાખવામાં આવ્યું છે કે જેનું શુટિંગ કાશ્મીરમાં થવાનું હતું. એક રિપોર્ટ પ્રમાણે મહેશ ભટ્ટની ફિલ્મ સડક- ૨નું શુટિંગ હાલ રોકવામાં આવ્યું છે. પહેલા તો તેણે અહીં શુટિંગ કરવાનું નક્કી કરી લીધું હતું. એ જ રીતે સિદ્ધાર્થ મલ્હોત્રાની કેપ્ટન વિક્રમ બત્રા પર પણ સંકટ ઉભું થયું છે કે જે કાશ્મીરમાં શુટ થવાનું હતું. હાલ આ બંન્ને ફિલ્મોને લઈને શેડ્યુલ બદલવામાં આવ્યું છે. કારણ કે કાશ્મીરમાં હાલ ગંભીર વાતાવરણ છે.