રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ પર ફિલ્મ બનાવશે અક્ષય કુમાર

મુંબઈ,
અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની છે. આ પછી પણ, તેમના હાથમાં એક પછી એક ઘણી ફિલ્મો છે. સમાચાર છે કે તેઓ ટૂંક સમયમાં દિગ્દર્શક નીરજ પાંડે સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની કારકિર્દી પર આધારિત ફિલ્મ બનાવી શકે છે. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટીંગનું કામ ચાલી રહ્યું છે. તેથી તેમાં થોડો સમય લાગી શકે છે. નીરજ પાંડેની આ ફિલ્મમાં અક્ષય જાવા મળશે અજીત ડોભાલના કરિયર પર ફિલ્મની પહેલા અક્ષય નીરજની જ ફિલ્મ ક્રેકમાં જાવા મળશે. આ ફિલ્મની ઘોષણા ૨૦૧૬ માં કરવામાં આવી હતી અને તે ૨૦૧૭ ના સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થવાની હતી પરંતુ કેટલાક કારણોસર ન થઇ શકી. અક્ષયે નીરજ સાથે ‘બેબી’ અને ‘સ્પેશિયલ ૨૬’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.